ગાંધી જયંતિએ ગાંધીજી જેવા વસ્ત્રો ધારણ કરી કેવડીયા કોલોની ખાતે આર ટી આઈ એક્ટિવિસ્ટ અતુલ ગામેચીના ધરણા

0
191

સરકારની ખામીઓને સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસેથી જ ઉજાગર કરવાના પ્રયત્નએ લોકોનું ધ્યાન ખેચ્યું

એક તરફ મહાત્મા ગાંધીની ૧૫૦મી જમ જયંી ઉજવણી થઇ રહી હતી ત્યારે એક ગાંધી સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે સરકાર વિરુદ્ધ ધરણા પર બેઠા હતા ત્યારે લોકોનું ધ્યાન એ તરફ ખેંચાયું હતું

વડોદરાના સામાજિક કાર્યકર અતુલ ગામેચીએ ગાંધીજીનો વેશ ધારણ કરી સરકાર વિરોધી નારા સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ધરણા કર્યા હતા. જેમાં મોંઘુ શિક્ષણ, સમાન કામ સમાન વેતન અને વધતી જતી મોંઘવારી જેવા વિષય પર સરકાર નાગરિકોને રાહત અપાવતી નથી આવા અનેક પ્રશ્નો સામે ઠેર ઠેર અંદોલન કરવામાં આવી રહ્યા છે જયારે વડોદરાના સામાજિક કાર્યકર અતુલ ગામેચીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે ધરણા પર બેસી અને સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો.

અતુલ ગામેચી એ ગુજરાતી લોકગીતમાં લોકોના પ્રશ્નોને કંડારી અને ગાંધીજીનો વેશ ધારણ કરી અનોખી રીતે વિરોધ કર્યો હતો. મોંઘવારી, કોન્ટ્રાકટ પદ્ધતિની નોકરી અને મોંઘા ખાનગી શિક્ષણ જેવા મહત્વના મુદ્દાઓ નો વિરોધ ના બેનરો સાથે કાર્યક્રમ આપ્યો હતો.

ઉલ્લેખનીય છે કે જયારે આવનાર ૩૧મી ઓક્ટોબરના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટીનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઉદઘાટન કરવામાં આવનાર છે.ત્યારે સરકારની ખામીઓને સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસેથી જ ઉજાગર કરવાના પ્રયત્નએ લોકોનું ધ્યાન ખેચ્યું હતું.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY