કરજણ ડેમમાં થી સીધી પાઈપલાઈન નાખવામાં સ્થાનિક આદિવાસીઓ ને કોઈ ફાયદો નથી

0
203

કેબિનેટ મંત્રી ગણપતભાઈ વસાવા એમના મત વિસ્તાર ની પ્રજા માટે આ પાણી વાડી તેમજ માંગરોલ ગામ તરફ લઈ જઈ રહ્યાનો આક્ષેપ

વાડી, માંગરોલ ગામ માં પાણી લઇ જવા બાબતે સ્થાનિકો માં રોશ આ યોજના કોઈપણ સંજોગોમાં પુરી નહીં થવા દઈએ, અમારું પાણી નહિ આપીયે એમ નર્મદા જિલ્લા પંચાયત ના બહાદુર વસાવા હુંકાર

રાજપીપળા : નર્મદા જિલ્લાનો કરજણ ડેમ આજે પણ 90 ટકા ભરેલો છે અને ઉનાળામાં તમામ ડેમોના તળીયા દેખાવા લાગ્યા છે ત્યારે ઉનાળા માં પણ કરજણ ડેમ 70 ટકા સુધી ભરેલો હોય છે ત્યારે આ ડેમના પાણી થી પોતાનો વિસ્તાર સિંચાઈ કરવા માટે રાજ્ય સરકારે વન મંત્રી ગણપત વસાવા ના કહેવા મુજબ 270 કરોડો ની યોજા બનાી અને મોટી પાઇપો જમીનમાં દબાવી કરજણ માંથી સીધું પાણી વાડી,ઉમરપાડા, માંગરોલ લઇ જવામાં માટે નું કામ યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે ત્યારે હાલ ખેડૂતો ના ખેતરમાં થી પાઇપ લાઈનો જઈ રહી છે પરંતુ કોઈ પણ જાતની મંજૂરી લેવામાં આવતી નથી કે કોઈપણ જાતનું વળતર ના ચુકવતા ખેડૂતો રોષે ભરાયા છ ને બી.ટી.પી પણ મેદાને ઉતરી નર્મદા જિલ્લા પંચાયત કારોબારી અઘ્યક્ષ એવા બહાદુર વસાવાએ પણ આ યોજના બંધ કરાવીશું, અહીંયાથી અમારું પાણી બીજે લઇ જવા નહીં દેવાની ચીમકી પણ આપી દીધી છે.

આ બાબતે નર્મદા જિલ્લા પંચાયત ના કારોબારી અધ્યક્ષ બહાદુર વસાવા એ જણાવ્યું હતું કે કરજણ ડેમ માંથી ઉમરપાડા,માંગરોલ તાલુકાઓમાં લિફ્ટ ઇરીગેશન થી પાણી લઈ જવાની યોજનાનો અમે વિરોધ કરીયે છે, કેમ કે અહીંયા સ્થાનિકોને પાણી નથી મળતું સરકાર ડેડીયાપાડા સાગબારાના ખેડૂતોને કરજણ નું પાણી આપવાની વાત નથી કરતી અને ઉમરપાડા, માંગરોલ ના ખેડૂતોની ચિંતા છે, આ મંત્રી ગણપત વસાવા કરાવે છે અમે તેમનો તેમની યોજના બંને નો અમે વિરોધ કરીએ છે અને અમારું પાણી ક્યારે બીજા ને નહિ આપીએ આ યોજના અમે પૂર્ણ થવા દઈએ નહિ તેવી પણ ચીમકી આપી હતી ત્યારે હવે આ બાબતે વિવાદ નો મધપૂડો છેડાયો છે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY