ભરૂચ પોલીસ તથા ભરૂચ ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા આગામી તારીખ ૨૨ થી ૨૫ દરમ્યાન વાર્ષિક એથ્લેટિક મીટ તથા હાફ મેરેથોન નું આયોજન

0
323

ભરૂચ ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ (બીટીઇટી) તથા ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા દર વર્ષે પોલીસના, હોમગાર્ડના તથા બીટીઇડીના જવાનો શારીરિક તથા માનસિક રીતે તંદુરસ્ત રહે તે હેતુસર એથ્લેટીક મીટનું આયોજન કરવામાં આવે છે. આ આયોજનથી જવાનોમાં રમત ગમતની ભાવના, એક સાથે કામ કરવાની ભાવના સુદ્દઢ બને છે તથા માનસિક તાણ માંથી પણ મુક્તિ મેળવી જિલ્લાના લોકોની સુરક્ષા સારી રીતે કરી શકે તે સારૂ શારીરિક તથા માનસિક બળ જવાનો માં કાયમ રહે છે. જે પરંપરાને આગળ ધપાવતા આ વર્ષે પણ ભરૂચ ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ (બીટીઇટી) તથા ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા એથ્લેટીક મીટનું ઉદ્ધાટન તા.૨૨-૦૨-૨૦૧૮ ના રોજ સવારે ૦૯ઃ૩૦ કલાકે અભય ચુડાસમા (આઇપીએસ) પોલીસ મહાનિરીક્ષક, વડોદરા વિભાગ, વડોદરાદ્વારા કરવામાં આવનાર છે. આ એથ્લેટીક મીટ તા.૨૪-૦૨-૨૦૧૮ સુધી રમાડવામાં આવશે. જેમાં એથ્લેટીક ઇવેન્ટ જેવી કે, ૧૦૦ મીટર, ૪૦૦ મીટર, ૧૦૦x૧૦૦, ૪૦૦x૪૦૦ દોડ, લોંગજમ્પ, હાઇજમ્પ, ભાલાફેંક, ચક્રફેક વિગેરે રમતોમાં ફક્ત ભરૂચ જિલ્લા પોલીસ તથા હોમગાર્ડના જવાનો ભાગ લેશે. જ્યારે કબડ્ડી, ખો-ખો, ક્રિકેટ તથા વોલીબોલની સ્પર્ધામાં આમંત્રિત જાહેર જનતાની ટીમો પણ ભાગ લઇ શકશે. તમામને મેડલ તથા પ્રોત્સાહન ઇનામ આપનામાં આવશે. આ એથ્લેટીક મીટમાં આશરે ૬૦૦ થી ૭૦૦ રમતવીરો સતત ત્રણ દિવસ સુધી પોતાના કૌશલ્યનું પ્રદર્શન કરશે. એથ્લેટીક મીટનું સંચાલન કરવા જિલ્લા રમતગમત અધિકારી તરફથી ઓફિસીયલ રેફરીની સુવિધા પુરી પાડવામાં આવનાર છે.
ભરૂચ ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ (બીટીઇટી) તથા ભરૂચ જિલ્લા પોલીસના સંયુક્ત ઉપક્રમે ભરૂચ જિલ્લામાં પ્રથમવાર ભરૂચ હાફ મેરેથોન-૨૦૧૮ નું આયોજન કરવામાં આવનાર છે. જેનું ફ્લેગ ઓફ ગુજરાત સરકારના રાજ્ય કક્ષાના મંત્રી ઇશ્વરસિંહ પટેલ, (સહકાર તથા રમતગમત ) દ્વારા તા.૨૫-૦૨-૨૦૧૮ ના સવારે ૦૬ઃ૩૦ વાગે દુધધારા ડેરી ગ્રાઉન્ડ
ભરૂચ ખાતેથી કરવામાં આવનાર છે. આ મેરેથોન દોડમાં ભરૂચ જિલ્લાના તથા અન્ય જિલ્લાઓમાંથી આશરે ૨૦૦૦ થી ૩૦૦૦ જેટલા દોડવીરો ભાગ લે તેવુ આયોજન કરવામાં કરવામાં આવનાર છે. આ મેરેથોન દોડમાં ૨૧.૧ કી.મી., ૧૦ કી.મી. તથા ૩ કી.મી. ફન રનનું આયોજન કરવામાં આવનાર છે. ૨૧.૧ કીમી (હાફ મેરેથન), ૧૦ કી.મી. દોડ પુર્ણ કરનાર તમામ દોડવીરોને મેડલ દ્વારા સન્માન કરવામાં આવનાર છે. ૨૧.૧ કી.મી. (હાફ મેરેથન), ૧૦ કી.મી. વિજેતાઓ તથા દોડ પૂર્ણ કરનાર દોડવીરો ને આંતરાષ્ટ્રીય પદ્ધતિની આરએફઆઇડી ટેગ દ્વારા નક્કી કરવામાં આવનાર છે. આ મેરેથનમાં તમામ દોડવીરોને ટી-શર્ટ તથા દોડ દરમ્યાન પીવાનું પાણી અને મેડીકલ ફેસીલીટી ઉપલબ્ધ કરવામાં આવનાર છે.
ભરૂચ પોલીસ એથ્લેટીક મીટ તથા ભરૂચ હાફ મેરેથનનું આયોજન ઓએનજીસી અંક્લેશ્વર એસેટ, ઓપેલ દહેજ, રીલાયન્સ દહેજ, બી ઇ આઈ એલ, જીએનએફસી, જે આઇ.એ, બિરલા કોપર, આઇઓસીએલ ની સહ-ભાગીદારીથી કરવામાં આવનાર છે. આ ઉપરાંત ભરૂચ જિલ્લાની વિવિધ ઇન્ડસ્ટ્રીઝ પણ આ ઉદ્દેશને સુચારૂ રીતે પૂર્ણ કરવા ભરૂચ ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટને સહભાગી થનાર છે.
ભરૂચ હાફ મેરેથન ના ફોર્મનું વિતરણ રોટરી ક્લબ ખાતે શરૂ કરવામાં આવેલ છે. મેરેથન સંબંધિત કોઇપણ માહિતી માટે હેલ્પ લાઇન નંબર 9978684778 સવારે ૧૦ઃ૦૦ થી સાંજના ૦૭ઃ૦૦ સુધી ઉપલબ્ધ કરવામા આવેલ છે. આ ઉપરાંત મેરેથોનને લગતી સંપૂર્ણ માહિતી
www.bharuchmarathon.in
નામની વેબસાઇટ પર ઉપલબ્ધ છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY