ન્યુ દિલ્હી,તા.૩
જસ્ટિસ રંજન ગોગાઇ દેશના નવા ચીફ જસ્ટિસ બન્યા છે.રાષ્ટ્રપતિ ભવનમાં યોજાયેલા એક સમારોહમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે જસ્ટીસ રંજન ગોગોઈને ચીફ જસ્ટિસ પદના શપથ લેવડાવ્યા હતા. શપથ લીધા પછી ગોગોઈએ ત્યાં હાજર તેમની માતાને પગે લાગીને તેમના આશીર્વાદ લીધાં હતાં. જસ્ટિસ ગોગોઈ ભારતના ૪૬માં ચીફ જસ્ટિસ છે. જસ્ટિસ ગોગાઇ ૧૭ નવેમ્બર ૨૦૧૯ સુધી આ પદ પર રહેશે. તેમનો કાર્યકાળ ૧૩ મહિના ૧૨ દિવસનો હશે. આ પહેલાં ૨ ઓક્ટોબરના રોજ જસ્ટિસ દીપક મિશ્રા નિવૃત્ત થયા હતા.
જસ્ટિસ ગોગાઇ અનેકવખત ચર્ચામાં રહ્યા છે. જસ્ટિસ રંજન ગોગોઈ તે બેંચમાં સામેલ હતા, જેમણે સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયમૂર્તિ માર્કંડેય કાત્ઝૂને સોમ્યા મર્ડર કેસ પર બ્લોગ લખવાના સંબંધમાં ખાનગી રીતે કોર્ટમાં હાજર રહેવા જણાવ્યું હતું. આ ઉપરાંત ચીફ જસ્ટિસ દિપક મિશ્રાનો વિરોધ કરી પ્રેસ કોન્ફરન્સ કરનાર ૪ જજામાં જસ્ટિસ ગોગોઈ પણ સામેલ હતા.
જસ્ટિસ ગોગોઈને પદ ગ્રહણ કર્યા બાદ સૌથી મોટો નિર્ણય અયોધ્યા કેસ પર લેવાનો છે. ખાસ વાત એ છે કે આ કેસમાં ૨૮ આૅક્ટોબરના રોજ સુપ્રીમ કોર્ટની ત્રણ જજાની બેન્ચ સુનાવણી શરૂ કરવા જઇ રહી છે. આ કેસમાં નવા સીજેઆઇ ગોગાઈને ત્રણ બેંચ માટે જજાની જાહેરાત કરવાની છે. આ ઉપરાંત, કોર્ટમાં બાકી રહેલા ૩.૩ કરોડ કેસ સાથે જાડાયેલા લોકોની નજર પણ જસ્ટિસ ગોગોઈ પર રહેશે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"






