રાજપારડીના અવિધા ગામે શાળામાં આચાર્યાનો વિદાય સમારંભ યોજાયો

0
308

ઝગડિઆ તાલુકાના અવિધા ગામ સ્થિત શ્રીયોગી ડિવાઇન સોસાયટી નેત્રંગ સંચાલિત શ્રીવિજય વિદ્યામંદિર શાળાના માધ્યમિક તેમજ ઉ.માધ્યમિક વિભાગના આચાર્યા હર્ષિદાબેન જશભાઇ પટેલનો વય નિવૃત્તિના કારણે શાળા પરિવાર દ્વારા વિદાય સમારંભ કાર્યક્રમ યોજાયો હતો.
શ્રી વિજય વિદ્યામંદિર અવિધા સ્થિત શાળા સરકાર હસ્તગતની સરકારી શાળા ૨૦૦૫માં શ્રીયોગી ડિવાઇન સોસાયટી નેત્રંગ ટ્રસ્ટમાં અનુદાનિત ગ્રાન્ટેડ શાળામાં રૂપાંતરિત થતા તે સમયે હર્ષિદાબેને શાળાનો પદભાર સંભાળ્યો હતો જેતે સમયે શાળાનુ પરિણામ તેમજ શાળામાં આવતા છાત્રોની સંખ્યા જેવા વિવિધ પ્રશ્ર્નો વચ્ચે આચાર્યબેને શાળા પરિવારને માર્ગદર્શન આપીને છાત્રોને શિક્ષણ પર ભાર કેળવવા અનુરોધ કરીને શાળાનું સફળતાપૂર્વક સંચાલન કર્યું હતું.શાળામાં ધો.૯ થી ધો.૧૨ સુધીમાં ૩૫૦ કરતા વધુ છાત્રો અભ્યાસ કરેછે શાળાના છાત્રોએ તેમજ શાળા પરિવારે આચાર્યાને પુષ્પગુચ્છ અર્પણ કરીને સન્માનિત કરાયા હતા.શાળાના શિક્ષકો તેમજ આચાર્યા સેવાકાળની સુખ દુ:ખની ઘટનાઓ યાદ કરીને ભાવવિભોર બન્યા હતા અને આચાર્યા બેને જણાવ્યું કે મે ૧૩વર્ષ સુધી અત્રેની શાળામાં ફરજ બજાવેલ છે અને શાળાએ મને ઘણુ બધુ આપ્યુ છે અને શાળા માત્ર શાળા નથી મારા ગુરૂ પૂ.હરિપ્રસાદ સ્વામીનુ મંદિર છે અને મંદિરમાંથી ભગવાનની કૃપા કાયમ છલકતી રહેશે તેમ જણાવ્યું હતુ
આ પ્રસંગે અવિધા ગામના અગ્રણીઓ, તેમજ વાલીઓ, શાળા પરિવાર,છાત્રો,મહેમાનો,ઉપસ્થિત રહયા હતા

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY