ખંઢેરી સ્ટેડિયમ નજીક ક્રિકેટ સ્કોરરની ગાડીને અકસ્માત, ૩ ઈજાગ્રસ્ત

0
8

રાજકોટ,તા.૫
રાજકોટના જામનગર હાઇવે પર આવેલા ખંઢેરી સ્ટેડિયમ ખાતે ભારત અને વેસ્ટઇન્ડિઝ ટીમ વચ્ચે ટેસ્ટ મેચ રમાઈ રહી છે. તેમાં સ્કોરરની કામગીરી કરતાં દેશરાજ રણજીત ચૌહાણની ગાડીનો ૧૫૦ ફૂટ રિંગ રોડ પર અકસ્માત થયો હતો. ચૌહાણ સહિત ૩ વ્યક્તિને ઈજા થતાં ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
સ્કોરર સ્કોર્પિયો લઈને નવા દોઢ સો ફૂટ રિંગ રોડ ઉપરથી ખંઢેરી ક્રિકેટ સ્ટેડિયમ જવા રવાના થયા બાદ થોડે દૂર કોઈ કારણોસર ગાડી લોક થઇ ગઈ હતી. ચાલક મૂંઝવણમાં મુકાઈ ગયો હતો અને લોક થઇ ગયા બાદ ચાલક કંઈ વિચારે તે પહેલા જ કાર પલ્ટી મારી સામેથી ફ્રૂટ લઈને આવતી બોલેરો સાથે ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માત બંને વાહનો રોડ ઉપરથી નીચે ઉતરી ગયા હતા. અકસ્માત ત્રણને ઇજા થતાં ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.
ભારત-વેસ્ટઇન્ડિઝ વચ્ચે રમાતી ટેસ્ટ મેચના બીજા દિવસની રમતના સ્કોરિંગ માટે તેઓ શહેરના ૧૫૦ ફૂટ રિંગ રોડ પરથી જઈ રહ્યા હતા ત્યારે બોલેરો પીકઅપ વાન સાથે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ બોલેરો રોડ પરથી ઉતરી ગઈ હતી. જો કે સ્કોરર સહિત ત્રણ લોકોને ગંભીર ઇજા થઇ નથી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY