ખાતરોના ભાવ વધારાથી ખેડૂતો ઉપર ૧૮૮ કરોડનું ભારણ વધશે

0
15

ગાંધીનગર,તા.૩
કુદરત રૂઠી, સરકારે પાણી છોડયું તે મળ્યું નહીં અને હવે ખાતરના ભાવમાં તોતિંગ વધારાથી કણમાંથી મણ સર્જનારા ખેડૂતોની સ્થિતિ પડતા પર પાટુ પડયા જેવી થઈ છે. ખાતરના ભાવ વધારાથી એક જ મહિનામાં ગુજરાતના ખેડૂતો ઉપર રૂ.૧૮૮ કરોડનું ભારણ વધશે, આ પહેલા બે વર્ષમાં ભાવ વધારાના નામે સરકારી કંપની ઈફ્કોએ રૂ.૪૪૦ કરોડ સેરવી લીધા હતા
સૂત્રોના જણાવ્યા મુજબ ઈફ્કોએ ૧લી ઓક્ટોબરથી ખાતરના ભાવ વધાર્યા છે. ગુજરાતમાં વર્ષે ૧૦.૬૦ લાખ મેટ્રિક ટન ખાતરનો વપરાશ છે. જેમાંથી અધિકાંશ ખેડૂતો ડિએપીનો ઉપયોગ કરે છે. તેનું પ્રમાણ ૬.૨૫ લાખ મેટ્રિક ટન છે. વર્ષ ૨૦૧૬માં ડિએપીની એક બેગ રૂ.૧૧૧૫માં મળતી હતી જેમાં રૂ.૨૪૫નો વધારો થતા રૂ.૩૦૬ કરોડનું ભારણ વધ્યું છે. જ્યારે ૦.૩૫ લાખ મે.ટન વપરાશ ધરાવતા એનપીકે (૧૦ઃ૨૬ઃ૨૬) રૂ.૧૦૮૦માં રૂ.૨૬૦નો વધારો થતા ખેડૂતો ઉપર રૂ.૧૮.૨૦ કરોડનો બોજા પડશે. આ ઉપરાંત ૨૦ લાખ મે.ટન વપરાશ ધરાવતા એનપીકે (૧૨ઃ૩૨ઃ૧૬)ની એક બેગ રૂ.૧૦૮૫થી વધીને રૂ.૧૩૫૦એ પહોંચતા ખેડૂતોને રૂ.૧૧૬.૬ કરોડ વધારે ચૂકવવા પડશે. રાજ્યમાં ખાતર ઉપર ટેક્સને લઈને પહેલાથી વિરોધ છે. તેવામાં ભાવ વધારો થતા ખેડૂતોમાં ભારે રોષ ભભૂક્્યો છે. ગુજરાત સરકાર ખાતરનાં ભાવ વધારા પાછળ રૂપિયા સામે ડોલરનું વધતું મૂલ્ય અને ડીઝલની વધતી કિંમતોને જવાબદાર ઠેરવી રહી છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY