હરદોઇ,તા.૬
ઉત્તરપ્રદેશના સંડિલામાં વેપારીઓ દ્વારા યોજાયેલા હોલી મિલન સમારંભમાં ભારતીય જનતા પાર્ટીના નેતા નરેશ અગ્રવાલે મુસ્લિમો વિશે અપમાનજનક નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે અમે દેશવાસી સમજીને સેવા કરી રહ્યા છીએ. જો અમને વિદેશી સમજશો તો તમે વિદેશી થઈ જશો. આ દેશમાં રહેવું છે તો ‘ભારત માતા કી જય’ બોલવું જ પડશે.
ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટી (બીએસપી)ના ગઠબંધન પર પ્રહાર કરતા નરેશ અગ્રવાલે કહ્યું કે ગઠબંધનનું જોડાણ માત્ર ૨૪ મે સુધી જ છે. ૨૪મીએ માયાવતી કહેશે કે મુસ્લિમ અને યાદવોએ દગો આપ્યો એટલે અમે ગઠબંધન તોડી રહ્યા છીએ. નરેશ અગ્રવાલે મતદારોને અપીલ કરી કે અખિલેશ જેવા યુવકે એક અભિનેત્રી માટે મારી ટિકિટ કાપીને મારૂં અપમાન કર્યું છે. હવે તમે લોકો તેનો બદલો અવશ્ય લેજા.
નરેશ અગ્રવાલે આગળ કહ્યું કે મુસ્લિમો કહે છે કે તેઓ મોદીને હરાવવા ઇચ્છે છે. જા મુસ્લિમો તેમની પાંચ-છ પેઢીનો જૂનો ઇતિહાસ શોધે તો તેઓ પણ હિન્દુ હતા. મુસ્લિમોએ ૭૦૦ વર્ષ સુધી દેશમાં રાજ કર્યું છે. તે રાજમાં મુસ્લિમોએ આપણું ધર્મ પરિવર્તન કર્યું. એક પણ મુસ્લિમ વિદેશી નથી. મુસ્લિમોએ પણ વિચારવું જાઇએ. હિન્દુસ્તાનમાં તમે વિચારો છો કે પાકિસ્તાનના નારા લાગશે તો તે શકીય નથી. પાકિસ્તાની ક્રિકેટ ટીમ જીતી જાય તો જશ્ન, ભારતની ટીમ જીતી જાય તો માતમ! તે હવે શકીય નથી. પાકિસ્તાનમાં હિન્દુ કન્યાઓનું બળજબરીથી ધર્મ પરિવર્તન કરવામાં આવી રહ્યું છે. એક પણ નેતા નથી આવ્યો જેણે મેડલ પરત કર્યો હોય.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




