સરકારની જીદને કારણે ક્યાક એવું ના બને કે એશિયાઈ સિંહોની સમગ્ર જાત ખતમ થઇ જાય……!!

0
39

સમગ્ર વિશ્વમાં એશિયાઈ સિંહોની એક માત્ર જાતિ ભારતમાં અને એ પણ ભારતનાં ગુજરાતમાં છે.ગુજરાતના ગીર અભયારણ્યમાં સદીઓથી આ સિંહો વસવાટ કરી રહ્યાં છે. જેને જાવા માટે દુનિયાભરના લોકો, વિશેષજ્ઞો વગેરે ગુજરાતમાં આવે છે. પર્યટન નકશામાં ગીર અભ્યારણ સિરમોર સમાન છે. આ સિંહો ગુજરાતની આગવી ઓળખની સાથે ભારતની આન,બાન અને શાન પણ છે. છેલ્લા એક મહિનાના ૧૯ દિવસમાં ૨૩ સિંહોના મોત થઇ ગયા. પહેલા તો જણાવવામાં આવ્યું કે સિંહો પોતાના વિસ્તાર અધિકારની લડાઈમાં માર્યા ગયા. પણ જયારે મૃત સંખ્યા વધી તો ફરી કારણ બતાવ્યું કે બિમાર હતા.પછીથી તપાસ થતા જાણ થઇ કે આ સિંહો કોઈ વાયરસનો શિકાર બની ગયા છે.ગુજરાત સરકારે આ ઘટના પર પડદો પડવાના પ્રયત્નો કર્યા પણ પછી માનવું પડ્યું કે સિંહોને બચાવવા માટે અમેરિકાથી દવા મંગાવવામાં આવશે.એશિયાઈ સિંહો કોઈ અજાણ્યા વાયરસથી પિડીત છે. કોઈ સંક્રમણ રોગનો ભોગ બનેલા હોઈ શકે છે. પરંતુ સરકાર કાંઈક છુપાવવા માંગે છે.
વાઇલ્ડ લાઈફના એક્સપર્ટોનું કહેવું છે કે આ રીતે એક જ વિસ્તારમાં આવી એક માત્ર પ્રજાતિ રેહવાથી જા તે કોઈ સંક્રામક બિમારીના શિકાર થઇ જાય તો બધાનું નિકંદન નિકળી જઈ શકે છે. જેના અનેક દાખલા છે કે જેમાં સમગ્ર પ્રજાતિ ખતમ થઇ ગઈ છે. આ તાજેતરની ઘટનાને જાતા તજજ્ઞોનું કેહવું છે કે ગુજરાતના આ સિંહોમાંથી ૫૦ કે ૧૦૦ સિંહો કોઈ અન્ય રાજ્યમાં વસાવવા જાઈએ જા કે મધ્યપ્રદેશની માંગ વરસોથી છે કે કેટલાંક એશિયાઈ સિંહો તેને આપવામાં આવે તેને કુન્હાના જંગલોમાં વસાવવામાં આવશે. પણ ગુજરાત સરકાર આને માટે તૈયાર નથી. તેની પાછળનો તર્ક એવો છે કે અગર મધ્ય પ્રદેશને એશિયાઈ સિંહો આપી દઈશું તો તેને જાવા માટે ગુજરાતમાં કોણ આવશે….?? આ સિંહોને જાવા માટે ગુજરાત આવનારા પ્રવાસીઓમાં કમી આવશે. અને પર્યટકો મધ્યપ્રદેશ જશે. માની લેવામાં આવે છે કે ગુજરાતના આ સિંહોને જાવા માટે પર્યટકો ઓછા આવશે પણ આ જીદને કારણે તમામે તમામ સિંહો ખતમ થઇ જશે તો…..?? બની શકે કે પાંચ-દસ બચી જાય પણ તેનાથી શું…?? બચાવવવા હશે તો સમગ્ર પ્રજાતિને બચાવવી પડશે.
ગુજરાત સરકાર પહેલા તો આ અમૂલ્ય અને અતુલ્ય ભારતના કિંમતી અને ધરોહર સમાન એશિયાઈ સિંહોના મોતનું સાચુ કારણ જાહેર કરે સરકાર નિષ્ફળ રહી હોય તો તેનો સ્વીકાર કરે. કાંઇક એવું ના બને કે સરકાર પોતાની નિષ્ફળતા છુપાવવાના પ્રયત્નોમાં આ પ્રજાતિને પોતાની જાન આપી મોટી કિંમતી ચુકવવી પડે. આ સિંહોને વાયરસે ઝપટમાં લઇ લીધા છે. આવેલા ૨૩ સિંહોના મોતના આંકડા આગળ વધી શકે છે. એટલા માટે સરકાર અમેરિકા કે પછી જ્યાંથી પણ દવા યા રસી મંગાવવી પડે તે મંગાવી લે અને કેટલાંક સિંહોને અન્ય રાજ્યના જંગલોમાં વસાવે તેને મુદ્દો ન બનાવે કહેવત છે કે જિંદગી છે તો જહાન છે. સર સલામત તો પઘડીયા બહોત, સિંહો બચશે તો તેને જાવા પર્યટકો ગુજરાત આવે યા અન્ય રાજ્યોમાં જાય સિંહો તો બચી જશે. પોતાની જીદમાં સિંહોની બલી સરકાર ના ચઢાવે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY