વિટામિન ડી પુરતા પ્રમાણમાં જરૂરી

0
6

હાલમાં કરવામાં આવેલા નવા અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે વિટામિન ડી કમ અને વધુ પ્રમાણમાં નુકસાનકારક છે. તે નિયમિત માત્રામાં રહે તે જરૂરી છે. ભારતીયોની સ્કીન સામાન્યરીતે ડાર્ક રહે છે. જેથી વિમાટિમન ડીની જરૂર વધારે હોય છે. વિટામિન ડી મળી જાય તે રીતે પ્રો હાર્મોનના એક જુથ તરીકે છે. આ બે પ્રકારના હોય છે. વિટામિન ડી-૨ અથવા તો અર્ગોકેલસિફેરોલ અને વિટામિનડી-૩ અથવા તો કોલેકેલસીફેરોલનો સમાવેશ થાય છે. વિટામિન ડી અનેક રીતે કામ કરે છે. વિટામિન ડીનુ મુખ્ય કામ હાડકાને મજબુતી પ્રદાન કરવાનુ હોય છે. હાડકાને મજબુત કરવા માટે કેલ્શિયમ્ સ્તરને જાળવી રાખવા માટેનુ કામ પણ તે કરે છે. આ શરીરમાં ફાસ્ફોરસના સ્તરને જાળવી રાખવા માટેનુ કામ પણ કરે છે. શરીરને બાહરના ઇન્ફેક્શનથી બચાવવા માટેનુ મહત્વનુ કામ પણ કરે છે. ઇમ્ન સિસ્ટમ અથવા તો રોગ પ્રતિકારક શક્તિને વધારી દેવામાં પણ તે ઉપયોગી છે. માંસપેશિ અને નસોની કાર્યક્ષમતા વધારી દેવામા પણ તેની ભૂમિકા રહે છે. ફેંફસાની કાર્યક્ષમતાને પણ વધારે છે. હાર્ટને સ્વસ્થ રાખવામાં પણ તેની ભૂમિકા છે. બ્લડ સરક્યુલેશનને પણ યોગ્ય રીતે જાળવી રાખવામાં ઉપયોગી હોય છે. વિટામિન ડી-ની કમીથી અનેક રોગ થઇ શકે છે. સામાન્ય રીતે આના કારણે નબળાઇનો અનુભવ થાય છે. થાક વધારે લાગે છે. મનોબળ ઘટવા જેવી તકલીફ થાય છે. માથામાં દુખાવો પણ રહે છે.ઙ્મીpજઙ્મદ્ઘં જ કરવામાં આવેલા નવા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે વિટામીન ડી વાઈરલ ઇન્ફેશનથી રક્ષણ કરવામાં મદદરૂપ બને છે. અભ્યાસ મુજબ વાઇરલ ઇન્ફેક્શનથી બચાવવામાં વિટામીન ડીની ભૂમિકા ચાવીરૂપ રહે છે તે બાબત સાબિત કરવા માટે ઘણા તારણો પણ નક્કર રીતે રજૂ કરવામાં આવ્યા છે. અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે શિયાળાની સિઝન અને ગરમીની સિઝનમાં અથવા તો મિશ્ર સિઝનમાં વાયરલ ઇન્ફેક્શનના રોગ ફેલાઈ જાય છે. વિટામીન ડીની ભૂમિકા વાયરલ ઇન્ફેક્શનને રોકવામાં મદદરૂપ બને છે. જ્યારે દિવસો નાના હોય છે અને સૂર્યપ્રકાશ પ્રમાણસર નબળો હોય છે ત્યારે વિટામીન ડીનું સ્તર ઘટી જાય છે. આ જ કારણસર લોકો વાયરલ ઇન્ફેક્શના વધુ શિકાર થાય છે. અભ્યાસમાં સૂચન કરવામાં આવ્યું છે કે વિટામીન ડીના ઘટક તત્વો રોગપ્રતિકારક શક્તિમા વધારો કરે છે જે વાયરલ ઇન્ફેક્શનને રોકવામાં મદદરૂપ બને છે. જર્નલ ઓફ લ્યુકો સાઇટ બાયોલોજીમાં જણાવવામાં આવ્યું છે કે વિટામીન ડીને લઈને કરવાં આવેલા વધુને વધુ સંશોધનમાં જાણવા મળ્યું છે કે માનવીના આરોગ્ય માટે વિટામીન ડી ખૂબ જ મહત્વપૂર્ણ છે. સ્પેનમાં અભ્યાસ હાથ ધરવામાં આવ્યા બાદ સંશોધકો એવા તારણ ઉપર પહોંચ્યા છે કે જ્યારે પરંપરાગત થેરાપી કામ કરતી નથી ત્યારે વિટામીન ડીના ઘટક તત્વો ઉપયોગી સાબિત થઈ શકે છે. વિટામીન ડીના લોહીના સ્તરમાં ફેરફારની પણ સરખામણી કરવામાં આવી છે. મોટીવયના લોકોમાં વિટામીન ડીની અછત વધારે જાવા મળે છે જેથી તેઓ વધુ બિમાર થઈ જાય છે. કોઈપણ સ્કૂલના શિક્ષકને એમ જ કહેતા સાંભળવામાં આવે છે કે શિયાળાની સિઝનમાં અથવા તો મિશ્ર સિઝનમાં વિટામીન ડી વધારે લેવામાં આવે. વિટામીન ડીના ઘટક ત¥વો સસ્તા પણ છે અને સામાન્ય રીતે સુરક્ષિત પણ છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY