કુમળી વયના બાળકોના નાજુક ખભા પર ભણતરનો ભાર જાઈને આખેઆખી શિક્ષણ વ્યવસ્થાને ફૂટપટ્ટીથી ફટકારવાની ઈચ્છા થાય. શૈક્ષણિક નીતિ ઘડનાર શિક્ષણ શાસ્ત્રીઓ શાળામાં આટલા બધા થોથાં ભણાવવા નહીં જાઈએ અથવા તો એને બદલે વૈકલ્પિક વ્યવસ્થાનો વિચાર કેમ નહીં કરતા હોય. શિક્ષણ જગત કેટલાં વિશાળ ફ્લક પર પહોંચી ગયું છે! વિશ્ર્વભરમાં શિક્ષણ ક્ષેત્રે કેટલું બધું પરિવર્તન આવી ગયું છે એનો અભ્યાસ કરીને એના અમલને આડે કયા અવરોધો આવતા હશે.
સવારના પહોરમાં આંખો ચોળતા ચોળતા ખભે મસમોટી સ્કૂલબૅગ ઊંચકીને ચાલતા ભૂલકાંઓને જાઈને દયા ઊપજે. બીજી બાજુ ઉદાસીનતા ઘેરી વળે, પરંતુ માતા-પિતાઓ અને વાલીઓ લાચાર છે. એમને પોતાના સંતાનના ભવિષ્યની ચિંતા છે. વર્તમાન ‘ભણતરના ભાર સાથે’ની શૈક્ષણિક વ્યવસ્થાનો સ્વીકાર કર્યા વિના તેમની પાસે અન્ય કોઈ વિકલ્પ નથી. એટલે માતા-પિતા પણ બચ્ચાઓને વજન ઊંચકતા કરી દે છે.
મહારાષ્ટ્ર સરકાર લગભગ ત્રણેક વર્ષ અગાઉ ભાર વિનાના ભણતરની નીતિ લાવી હતી. આમ છતાં મુંબઈ શહેરની શાળાઓની આસપાસ નજર દોડાવશો તો ભારે વજનદાર બૅગ ઊંચકીને જતા વિદ્યાર્થીઓ દેખાશે. સમજદાર લોકોને – માતાપિતા – વાલીઓને પ્રશ્ર્ન થતો હશે જ કે પાલિસી હોવા છતાં એનો અમલ કેમ થતો નથી. પોલિસી આવી એના ત્રણ વર્ષના વાણા વહી ગયા હોવા છતાં પણ હજી બાળકોના નાજુક ખભા પરનો ભારે બોજ કેમ હળવો થતો નથી.
સરકારની પાલિસી મુજબ સ્કૂલ બૅગનું વજન બાળકના વજનના દસ ટકાથી વધુ ન હોવું જાઈએ, પરંતુ કમનસિબી જુઓ મોટાભાગની શાળાઓ આ પાેલિસીના અમલથી ઘણી છેટે છે, અમલને નામે મીંડુ છે.
૯૦ ટકા વિદ્યાર્થીઓ ભારે વજનદાર બૅગ ઊંચકીને શાળાએ જતા હોવાનું તાજેતરમાં થયેલા એક સર્વેક્ષણમાંથી જાણવા મળ્યું. આથી ય વધુ શરમજનક વાત એ છે કે આમાંના સંખ્યાબંધ બાળકો એમના વજનથી બમણા વજનની બૅગ ઊંચકતા હોવાનું બહાર આવ્યું હતું. આ આખીય ઘટનાની વરવી બાજુ તો એ છે કે આ સર્વેક્ષણ કરનારા એકિટવિસ્ટ બહેને રાઈટ ટુ ઈન્ફોર્મેશન (આરટીઆઈ) કરીને પેલી કહેવાતી પાેલિસીના અમલ વિશે જાણવા માગ્યું.
પાેલિસી મુજબ શાળાઓએ વિદ્યાર્થીઓની બૅગનું વજન ચેક કરીને તેનો રિપોર્ટ શિક્ષણ વિભાગને મોકલવાનો હતો, પરંતુ આરટીઆઈના પ્રતિસાદે ઘોર ઉપેક્ષાનું દારૂણ ચિત્ર ઊભું કર્યું.આ વર્ષ માટે હજુ સુધી આવો કોઈ ડેટાનું સંકલન થયું નથી. શાળાઓ પાસેથી રિપોર્ટ જ મળ્યા નથી તો ડેટા કેમ ઊભો થાય! સર્વે જ થયો નહીં હોય.
અંધેર કયાં ચાલે છે. શાળાઓએ મોકલવાના રિપોર્ટ – સર્વે કરીને કેમ મોકલ્યા નથી! શાળાઓ ગાફેલ રહી તો એમનો કાન આમળીને એમને અહેવાલ સુપરત કરવાનું શા માટે જણાવાયું નહીં?
આ બાળકોના બોજવાળા ભણતરનો ભાર ઘટાડવા પ્રત્યેની ઉદાસીનતા નથી તો બીજું શું છે? ‘અમે પૂછયું નહીં અને તમે કહ્યુ નહીં’ આ કેવી નીતિ? ૨૦૧૫માં રાજ્યના શિક્ષણ ખાતાએ સ્કૂલ બૅગનું વજન હળવું કરવા સંદર્ભમાં શાળાઓ માટે દસ માર્ગદર્શિકાનું લિસ્ટ તૈયાર કર્યું હતું તો પછી શું થયું? એનો અમલ થાય છે કે નહીં એ જાવાની જવાબદારી કોની?
બાળકોની ગંભીર સમસ્યાનો ઉકેલ લાવવાની કોઈ ગંભીરતા નથી. અમુક મહત્વના પ્રશ્ર્નોનો ઝડપી ઉકેલ લાવવાની જરૂર હોય છે. આમાંનો આ એક પ્રશ્ર્ન છે, જેના પ્રત્યે આવી ઉદાસીનતા પાલવે નહીં. આ સામાજિક પ્રશ્ર્ન બાબતે કોઈ રાજકારણની બૂ આવતી નથી. એટલે રાજકીય કારણસર એનો હલ નહીં આવતો હોય એવું વિચારીએ, પણ આ બાબતે એવા કોઈ ચિહ્નો સ્પષ્ટપણે દેખાતા નથી, જે નજરે ચડે છે તે માત્ર અને માત્ર ઉદાસીનતા છે.
આ ઉપેક્ષા માત્ર સરકારી તંત્ર તરફની નથી. શાળાઓના સંચાલકોની પણ છે. શાળા સંચાલકોએ જ પહેલ કરીને વિદ્યાર્થીઓનો બોજ ઘટાડવા ઉતાવળ કરવી જાઈએ, એને સ્થાને તેઓ રિપોર્ટ મોકલવામાં પણ ઠાગાઠૈયા કરે! આ શું સૂચવે છે? બાળકોનો શારીરિક બોજ ઘટાડવાથી માનસિક બોજ પણ હળવો થશે. એમના માતાપિતાને પણ થાક ઓછો લાગશે. શાળાના શિક્ષકો કે સંચાલકોને આવું ‘શિક્ષણ’ આપવું પડે? એમની બુદ્ધિમત્તાની કસોટી ભણતરનો બોજ ઘટાડવા કેટલા ઝડપી પગલાં લે છે – એમાં છે. ભાવિ નાગરિકોનો બોજ હળવો થશે તો સમાજ પરનો અન્ય ઘણો બોજ હળવો કરી શકાશે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



