મુંબઈ,તા.૩
અનુરાગ બસુની ૨૦૦૮ની હિટ ફિલ્મ લાઇફ ઇન અ મેટ્રોની સિક્વલ માટે દંગલ ફેમ અભિનેત્રી ફાતિમા સના શેખને સાઇન કરવામાં આવી હોવાની માહિતી મળી હતી.
અગાઉ આ સિક્વલ તાપસી પન્ન્ કરવાની હતી એવી વાત હતી. પરંતુ હવે તાપસી નહીં, ફાતિમા આ ફિલ્મ કરશે એવી માહિતી મળી હતી. હાલ ફાતિમા પોતાના ગાડફાધર જેવા આમિર ખાન સાથે યશ રાજની ફિલ્મ ઠગ્સ આૅફ હિન્દુસ્તાન કરી રહી છે. આ ફિલ્મ પૂરી થયા બાદ એ અનુરાગ બસુની ફિલ્મ હાથમાં લેશે.
અનુરાગ બસુએ આ ફિલ્મ માટે રાજકુમાર રાવ, અભિષેક બચ્ચન, સૈફ અલી ખાન, પરિણિતી ચોપરા, સોનાક્ષી સિંહા અને ઇશાન ખટ્ટરને અત્યાર અગાઉ સાઇન કરી લીધાં હોવાની વાતો વહેતી થઇ હતી. જા કે બસુ કેમ્પ તરફથી કોઇ ઔપચારિક જાહેરાત થઇ નથી. બોલિવૂડ હંગામાના એેક રિપોર્ટ મુજબ તાપસી પન્ન્š અગાઉ જે રોલ માટે પસંદ થઇ હતી એ રોલ હવે ફાતિમા સના શેખ કરશે.
જા કે તાપસીની નિકટનાં સૂત્રોએ કહ્યું હતું કે તાપસી પાસે હાલ પૂરતી ફિલ્મો છે એટલે એ અનુરાગ બસુને જાઇતી તારીખો આપી શકવાની સ્થિતિમાં નથી. એ હાલ વૂમનિયાં, તડકા અને બદલા જેવી ફિલ્મો માટે સાઇન થઇ છે એટલે બસુને જાઇતી તારીખો આપી શકે એમ નહીં હોવાથી એણે આ ફિલ્મ જતી કરી હતી. બસુની ફિલ્મ આ વર્ષની આખર સુધીમાં ફ્લોર પર જવાની શકયતા છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"







