દીપિકા-રણવીરના લગ્ન ગુપ્ત રાખવામાં આવશે..!!

0
22

મુંબઈ,તા.૩
ટોચની કલાકાર જાડી દીપિકા પાદુકોણ અને રણવીર સિંઘ કિયારે, કિયારે અને કેવી રીતે પરણવાનાં છ એની વિગતો હજુ સુધી ગુપ્ત રાખવામાં આવી છે અને આ બંનેની નિકટનાં સૂત્રો કહે છે કે આ બંને પોતાનાં લગ્નને અત્યંત પ્રાઇવેટ અને પારિવારિક અફેર બનાવવા માગે છે.
છેલ્લા સાત આઠ મહિનાથી આ બંનેનાં લગ્ન વિશે અવનવી અટકળો મિડિયામાં વ્યક્ત થતી રહી છે. એવી પણ વાત હતી કે દીપિકાએ નવેંબર ડિસેંબરમાં સેટ પર જાય એવી કોઇ નવી ફિલ્મ સ્વીકારી નથી કારણ કે એ લગ્ન કરવાની છે.
બીજી બાજુ રણવીર અત્યારે રોહિત શેટ્ટીની સિમ્બા ઝટપટ પૂરી કરવામાં વ્યસ્ત છે અને એણે પણ કોઇ નવી ફિલ્મ સ્વીકારી નથી. ઉપરાંત આ બંને જાહેરમાં કિયારેય લગ્નની વાત કરતાં નથી એટલે રહસ્ય વધુ ઘેરું બની રહ્યું છે.
એક વાત નક્કી છે. નવેંબરમાં આ બંને પરણે તો એ આ વર્ષનો સૌથી મોટો સેલેબ્રિટી અફેર બની રહે એવી શકયતા છે. પરંતુ આ બંને પોતે કે તેમના કુટુંબીજનો આ મુદ્દે કશું બોલતાં નથી એટલે અટકળો અને ઉત્સુકતા દિવસે દિવસે વધી રહ્યાં છે. આ બંનેની નિકટનાં સૂત્રો કહે છે કે રણવીર પોતાના અફેર બાબતમાં એકદમ પ્રતિબદ્ધ છે. એ દીપિકાની દરેક ઇચ્છાનો સ્વેચ્છાએ સ્વીકાર કરતો રહ્યો છે.
દીપિકા ઇચ્છે એ રીતે લગ્ન કરવાની અને લગ્ન પછી દીપિકાને કામ કરવું હોય તો કરવા દેવાની પણ એની તૈયારી છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY