તનુશ્રી-નાના વિવાદઃ રાખી સાવંતને મળી મોતની ધમકી

0
15

મુંબઈ,તા.૫
‘આશિક બનાયા આપને’થી પોતાના બોલ્ડ સીન દ્વારા ચર્ચામાં આવેલ તનુશ્રી દત્તા હાલમાં પોતાની સાથે ૧૦ વર્ષ પહેલા થયેલ જાતીય સતામણીને લઈને ચર્ચામાં છે. તનુશ્રી દત્તાનું કહેવું છે કે, નાના પાટેકરે એક ફિલ્મમાં ગીતના શૂટિંગ દરમિયાન તેની સાથે ગેરવર્તણૂંક કરી હતી. જ્યરે હવે તનુશ્રી અને નાના પાટેકર વિવાદને લઈને પ્રેસ કોન્ફરન્સ કરનારી બોલિવૂડ એક્ટ્રેસ રાખી સાવંતને હવે જીવથી મારી નાખવાની ધમકી મળી રહી છે. તેને કારણે આ મામલે રાખી સાવંતે ઓશિવારા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
રાખી સાવંતે પોતાની ફરિયાદમાં કહ્યુ છે કે, તેને અજ્ઞાત નંબર પરથી ધમકીના ફોન આવી રહ્યા છે. તેનું કહેવું છે કે, ફોન કરનાર વ્યકિત આ મામલે મને ચુપ રવા અને વચ્ચે ન પડવા માટે ધમકાવી રહ્યો છે અને વાત ન માનવા પર પરિણામ ભોગવવાની ધમકી આપી રહ્યો છે. ત્યાર બાદ રાખી સાવંતે ઓશિવારા પોલીસ સ્ટેશન પરોચી અને ફરિયાદ નોંધાવી છે.
આ મામલે ઓશીવારા પોલીસે પણ ફરિયાદ નોંધી આગળની તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે, ફિલ્મ ‘હોર્ન ઓકે પ્લીઝ૬માં તનુશ્રીએ જે ગીતમાં નાના પાટેકર ઉપર છેડતીનો આરોપ લગાવ્યો છે બાદમાં એ જ ગીત માટે તનુશ્રીને રિપ્લેસ કરીને રાખી સાવંતને લેવામાં આવી હતી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY