નક્સલવાદનો સફાયો કરતા હજી ૨૦થી ૨૨ વર્ષ લાગશે

0
23

નવી દિલ્હી, તા.૦૮
એકબાજુ દેશ સરહદ પરથી આતંકીઓની ઘુસણખોરીના પડકારનો સામનો કરી રહ્યો છે, તો બીજીબાજુ દેશમાં જ નક્સલવાદે જાનમાલને મોટુ નુકશાન પહોંચાડ્યુ છે. ગૃહમંત્રી રાજનાથસિંહે આશ્વાસન આપતા કહ્યુ કે, નક્સલવાદ હવે માત્ર ૧૦-૧૨ જિલ્લામાં રહી ગયો છે. જે પહેલા દેશના ૧૨૬ જિલ્લામાં હતો. લખનઉમાં એક કાર્યક્રમ દરમિયાન ગૃહમંત્રીએ કહ્યુ કે વધુમાં વધુ ૩ વર્ષમાં નક્સલવાદનો સફાયો થઈ જશે. આ રીતે તેમણે એક વર્ષમાં ૪ જિલ્લાઓને નક્સલિયોના પ્રભાવથી મુક્ત કરાવવાના સરકારનો સ્ટ્રાઈક રેટ પણ આપ્યો. જાકે ખરેખર આ જિલ્લાઓમાં હકીકત શું છે તે ચોંકાવનારી છે. ગૃહ મંત્રી ભલે કહી રહ્યા હોય પણ હવે કુલ ૯૦ જિલ્લા એવા છે જે કોઈને કોઈ રીતે નક્સલ પ્રભાવિત છે અને રેડ કોરીડોરના તબક્કામાં આવી જાય છે. આનો મતલબ એ થયો કે દેશના નક્શાથી નક્સલવાદનો સમગ્ર રીતે સફાયો થવામાં ૩ વર્ષ નહીં પણ સંભવતઃ ૨૨ વર્ષ અને ૬ મહિના લાગી શકે છે. ગૃહમંત્રી રાજનાથસિંહે દાવા સાથે કહ્યુ હતું કે, નક્સલ પ્રભાવિત જિલ્લા ૧૨૬થી ખૂબ જ ઘટી ગયા છે, જે ગત વર્ષ ૨૦૧૭ સરકારી ડેટામાં પણ સામે આવ્યા હતા. જાકે, આમાં ફૈક્ટ પણ છુપાયેલુ છે કે રાજ્યોના વિભાજનના કારણે નક્સલ પ્રભાવિત જિલ્લાની સંખ્યા વધી ગઈ હતી. આ પહેલા સતત બે વર્ષો- ૨૦૧૫ અને ૨૦૧૬માં ૧૦૬ જિલ્લામાં નક્સલીઓનો પ્રભાવ Âસ્થર બન્યો હતો.ગત ૧૦ વર્ષમાં નક્સલ હિંસાના કારણે લોકોના મોતનો આંકડો ઘણા મોરચે ઓછો થયો છે. ૨૦૦૮માં આ ૭૨૧ હતો, જે ચાલુ વર્ષે મે સુધી ઘટીને ૯૭ રહી ગયો છે. એટલુ જ નહીં, ઉગ્રવાદ સાથે સંકળાયેલ હિંસક ઘટનાની સંખ્યા પણ ઘટી છે. ૨૦૦૮માં કુલ ૧૫૯૧ ઘટના બની હતી, જે ૨૦૧૮માં ૩૫૪ થઈ ગઈ. જાકે ગત ૧૦ વર્ષમાં નક્સલ હિંસાના કારણે માર્યા ગયેલ લોકોની સંખ્યા જમ્મુ અને કાશ્મીરમાં આતંકી ઘટનાઓમાં થયેલ મોતથી ઘણી વધુ છે. નક્સલ હિંસામાં ૧૦ વર્ષમાં ૫૮૭૩ જીવ ગયા જ્યારે આ સમયગાળામાં આતંકી હુમલામાં ૩૦૬૨ લોકોના મોત થયા.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY