પોલીસ અધિક્ષકશ્રી એમ.એસ.ભરાડા સાહેબ, પશ્ચિમ કચછ-ભુજનાઓની સુચના અને માર્ગદર્શન મુજબ એલ.સી.બી., ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટરશ્રી એમ.બી.ઔસુરાના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફના માણસો પ્રા.વા.થી માનકુવા પો.સ્ટે વિસ્તારમા પેટ્રોલીંગમાં હતા.
પેટ્રોલીંગ દરમ્યાન ફરતા-ફરતા ભુજ તાલુકાના નારાણપર (પસાયતી) ગામે બસ સ્ટેશન પાસે આવતા ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, મનસુખ મુરજીભાઇ સથવારા રહે.ઇંદિરાવાસ, સથવારાવાસ, નારાણપર વાળા પાસે ચોરી કે છળ કપટ થી મોબાઇલો મેળવેલ છે અને તે આ મોબાઇલો વેચવાની પેરવી મા છે અને, હાલે તે તેના ઘરે હાજર છે તેવી હકીકત મળતા બાતમી વાળી જગ્યા મનસુખ મુરજીભાઇ સથવારા ના મકાન પાસે આવી મકાન બહાર એક ઇસમ ઉભેલ હોઇ જે ઇસમ તરફ જતા મજકુર પોલીસ સ્ટાફના માણસો જોઇ પોતાની હાજરી છુપાવવાની કોશીષ કરતો હોઇ જેથી મજકુરને રોકી મજકુરને યુકિત પ્રયુકતિથી પુછ-પરછ કરી મજકુરની અંગ ઝડતી કરતા તેના ખીચા માથી એક સેમસંગ કંપનીનો મોબાઇલ ફોન મળી આવેલ જે મોબાઇલ ફોનના આધાર પુરાવા કે બીલ ની માગણી કરતા નહી હોવાનુ જણાવેલ જેથી મજકુરે આ મોબાઇલ ફોન ચોરી કે છળ કપટથી મેળવેલાનો વ્યાજબી અને પુરતો શક હોય જેથી મજકુર ઇસમને સાથે રાખી મજકુર ઇસમના મકાનની ઝડતી તપાસ કરતા મકાનમાંથી બીજા ત્રણ મોબાઇલ મળી આવેલ જે મોબાઇલ ફોનના આધાર પુરાવા કે બીલ ની માગણી કરતા નહી હોવાનુ જણાવેલ અને, સદરહું ચારેય મોબાઇલ ફોન પોતાને આજથી વીસેક દિવસ પહેલા પ્રવીણ મણીલાલ સથવારા, રહે. ગામ –ડોણ, તા.માંડવી વાળો વેંચાણ કરવા માટે આપી ગયેલ હોવાનુ જણાવતો હોય મજકુર આ મોબાઇલ ફોનો કોઇ ચોરી કે છળ કપટથી મેળવેલાનો વ્યાજબી અને પુરતો શક હોય જે બાબતે ખરાઇ કરાતા સદરહુ મોબાઇલ બાબતે ગઢશીશા પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નઃ- ૨૯/૨૦૧૮ ઇ.પી.કો.૪૫૪, ૪૫૭, ૩૮૦ મુજબનો ગુન્હો રજીસ્ટર થયેલ હોય ઉપરોકત ચારેય મોબાઇલ ફોનની કિ.રૂ.૨૧૫૦૦/- ગણી સી.આર.પી.સી.કલમ ૧૦૨ મુજબ કબ્જે કરેલ અને, મજકુર ઇસમને ગઢશીશા પો.સ્ટે. ખાતે કાયદેસરની કાર્યવાહી માટે સોંપવામાં આવેલ છે.
આમ દોઢ માસ પહેલા ગઢશીશા ગામેથી મોબાઇલની દુકાનમાંથી થયેલ મોબાઇલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલવામાં એલ.સી.બી. પશ્ચીમ કચ્છ ભુજને વધુ એક સફળતા મળેલ છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*


"વંદે માતરમ ,ભારત માતાકી જય"




