સુરત, તા.૧૧ગરમીના પ્રકોપથી સ્વ-રક્ષણ મેળવવા બપોરે અનિવાર્ય સંજોગો સિવાય ૧૨ થી ૪ બહાર તડકામાં જવાનું ટાળવું જોઈએ. કામ અર્થે બહાર જવું પડે તો છત્રીનો ઉપયોગ કરો અને માથા પર ટોપી પહેરવી તેમજ ચહેરા પર રૂમાલ બાંધવો. અડધો- પોણો કલાકને અંતરે તરસ ના લાગી હોય તો પણ પાણી પીવાનું રાખો. સુતરાઉ, આછા રંગના અને ખુલતા કપડાં પહેરવા. બહારનું ભોજન લેવા કરતાં ઘરે બનાવેલો હળવો ખોરાક લેવો. કચુંબર અને વધુ પાણીના પ્રમાણ વાળા ફળ ખાવા. છાશ, લીંબુ શરબત, કાચી કેરી/આમલી/કોકમનું શરબત, નારિયેળનું પાણી જે શક્ય હોય તે પીતા રહેવું જોઈએ. આ પીણા ગરમીથી બચાવવા માટે ખુબ ઉપયોગી છે. સોડા વોટર કે બજારના બરફવાળા પીણાં પીવાનું ટાળો. બહુ શ્રમવાળી કસરત ટાળો અને બપોરે જમ્યા પછી થોડો આરામ કરો.
બાળકો, સગર્ભા/ધાત્રી માતા, વૃદ્ધોની વધુ કાળજી લેવી. ડાયાબિટીસ, હૃદય રોગ, કિડનીના રોગ, કેન્સર જેવી બિમારીવાળી વ્યક્તિઓની વધુ કાળજી રાખવી. તેમને કૂલર આસપાસ બેસવું જોઈએ. આવી બીમારીઓમાં દવાની ચૂક ના થાય અને પાણી પિવાની વધુ કાળજી લેવી જોઈએ. અશક્તિ, મૂંઝારો, ચક્કર કે બેભાન થવાના કિસ્સામાં અચૂક ડોક્ટરની પાસે જવું. ઠંડકભર્યા વાતાવરણમાં રહેવું. કાચની બારી પર પરદા ઢાંકો. માળવાળું ઘર હોય તો દિવસના સમયે નીચેના માળનો ઉપયોગ કરો. અગાસી કે છાપરા પર સફેદ રંગ/લીલી મેટ/ખજુરી કે નાળિયેરના પાનથી આવરણ લગાવો. ખુબ ગરમી હોય અને ઘરમાં રહેવું અશક્ય હોય તો નજીકના બાગ કે ઝાડની નીચે આશ્રય લેવો. જો કોઈ વ્યક્તિ બેભાન અવસ્થામાં મળી આવે તો તેને ઠંડકમાં રાખી માથે પાણીના પોતા મુકવા અને સત્વરે ૧૦૮ પર જાણ કરો. તેને માથું નીચું અને પગ થોડા ઉપર રહે તેમ સુવડાવો. આમ, મિશ્ર ઋતુના પ્રભાવના કારણે ગરમી વધી રહી છે. આટલી કાળજી રાખવાથી અસહ્ય ગરમીથી બચી શકાશે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




