ગ્રામ્ય વિસ્તારમાં વોટર, સેનિટેશન અને હાઈજેનિક ક્ષેત્રમાં કરાયેલી કામગીરીનું પ્રેઝન્ટેશન રજૂ કરાયું

0
12

જિલ્લા કલેકટરશ્રી ડા. ધવલ પટેલના અધ્યક્ષસ્થાને સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ અંતર્ગ વિષય પરએલ.એન્ડ ટી, હજીરાના કોન્ફરન્સ હોલ ખાતે સેમિનાર યોજાયો હતો. જિલ્લા વિકાસ આધકારીશ્રી ડી. કે. પારેખની વિશેષ ઉપસ્થિતિમાં આયોજિત આ સેમિનારમાં સુરતની નામાંકિત ૨૫ પ્રા.લિ.કંપનીઓએ ભાગ લીધો હતો.
પ્રા.લિ.કંપનીઓએ સી.એસ.આર (કોર્પોરેટ સોશ્યલ રિસ્પોન્સીબિલીટી) હેઠળ ભારત સરકારના સ્વચ્છ ભારત મિશન (ગ્રા) અંતર્ગત ગ્રામ્ય વિસ્તારમાં વોટર, સેનિટેશન અને હાઈજેનિક ક્ષેત્રમાં કરવામાં આવેલી કામગીરીનું પ્રેઝન્ટેશન કંપનીના પ્રતિનિધિઓ દ્વારા પ્રસ્તુત કરાયું હતું. તથા ભવિષ્યમાં ઉપરોકત ક્ષેત્રોમાં થનાર કામગીરીના આયોજનની ચર્ચાવિચારણા કરવામાં આવી, જેથી ગ્રામ્ય વિસ્તારમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, સામૂહિક શૌચાલય, પરપ્રાંતિય શ્રમિકો માટે મોબાઈલ ટોયલેટ તથા ઓ.ડી.એફ. સસ્ટેનેબિલીટી માટે લોકોની માનસિક વર્તણૂંકમાં બદલાવ જેવા વિષયો ઉપર અસરકારક કામગીરી થઈ શકે.
પૂર્વ મંત્રીશ્રી નાનુભાઈ વાનાણી દ્વારા દ્વારા જિલ્લા વહીવટીતંત્રને તથા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનાર તમામ પ્રતિનિધિઓને આવકારી સૌ પરસ્પર સહકાર થકી સ્વછ.ભારત મિશન યોજનાના મુખ્ય ઘટક વોટર, સેનિટેશન તથા હાઈજેનિક ક્ષેત્રમાં સુરત જિલ્લો શ્રેષ્ઠ કામગીરી કરશે એવી આશા વ્યક્ત કરી હતી.
સેમિનારમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, સુરતના નિયામકશ્રી એચ.કે.કેલૈયા, એલ.એન્ડ ટી.ના વાઈસ પ્રેસિડેન્ટ-સીઈઓ શ્રી અતિત દેસાઈ, સ્ટેટ યુનિસેફ વોશ સ્પેશ્યાલિસ્ટ શ્યામપ્રસાદ દવે અને ઉપસ્થિત રહ્યા હતા.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY