વડોદરાના બે યુવકોએ માર્શલ આર્ટમાં વર્લ્ડ રેકોર્ડ સર્જયો

0
9

વડોદરા,તા.૨૮
વડોદરાના બે યુવકોએ માર્સલ આર્ટમાં બે વિશ્વ રેકોર્ડ બનાવ્યા છે. બેચલર ઓફ આર્ટસના વિદ્યાર્થી રોહને ‘ચેસ્ટ લેવલ કિક’માં તો આકાશ પોલકરે ‘ની સ્ટ્રાઇક’ માં વિશ્વ રેકોર્ડ નોંધાવ્યો છે.
રોહન પરીખ મૂળ વડોદરાનો છે અને હાલમાં દિલ્હી નજીક સોનીપથ ખાતે બી.એ.ના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. રોહને ‘ચેસ્ટ લેવલ કિક’ એટલે કે છાતી સુધી પગ ઉચો કરીને લાત મારવાની માર્સલ આર્ટમાં એક મિનીટમાં ૨૫૫ કિક મારીને રેકોર્ડ નોંધાવ્યો છે. અગાઉ આ રેકોર્ડ એક મિનિટમાં ૨૫૨ કિક સાથે રશિયન જિમનાસ્ટયમ તાફ્ઝી અહમદના નામે હતો. રોહને આ રેકર્ડ અંગે વાત કરતા કહ્યું હતું કે આ રેકોર્ડ તોડવા રોજના ૭ કલાક પ્રેક્ટિસ કરતો હતો.
જ્યારે છાતી સુધી પેડ રાખીને પગના ઘુંટણથી પેડ પર વાર કરવાની માર્સલ આર્ટને ‘ની સ્ટ્રાઇક’ કહે છે જેમાં વડોદરાના ૧૮ વર્ષના આકાશ શ્રીહરી પોલકરે એક મિનિટમાં ૧૫૩ ની સ્ટ્રાઇક કરીને વિશ્વ રેકોર્ડ નોંધાવ્યો છે. અગાઉ આ રેકોર્ડ એક મિનિટમાં ૧૩૨ ની સ્ટ્રાઇક સાથે અમેરિકન જિમનાસ્ટયમ એન્ડિં જ્હોનના નામે હતો.

(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY