ગુજરાત સરકાર ગરીબ અને વિસ્થાપિત આદિવાસીઓનું કોઈ કામ કરવા માંગતી ન હોવાનો આક્ષેપ સાથે નર્મદા ડેમ વિસ્થાપીતોએ નર્મદા કલેકટરને આવેદનપત્ર આપ્યું.
રાજપીપળા:ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રિમ પ્રોજેકટ સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ કાર્ય લગભગ પૂરું થવા આવ્યું છે.નર્મદા જિલ્લા વહીવટી તંત્ર 31મી ઓક્ટોબરે પીએમ મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ કરે એ દીશામાં તૈયારીઓ ચાલુ કરી લીધી છે.ત્યારે અગાઉ અદિવાસી સમાજ,ભારતીય ટ્રાયબલ પાર્ટી અને હવે સરદાર સરોવર બંધ અસરગ્રસ્તોએ પોતાના વિવિધ પ્રશ્નો મુદ્દે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ નહીં કરવા દેવાની ચીમકી આપતા વહીવટીતંત્રમાં દોડધામ મચી છે.
સરદાર સરોવર નર્મદા ડેમના અસરગ્રસ્તોએ સોમવારે પોતાના વિવિધ પ્રશ્નોના નિરાકરણ મુદ્દે નર્મદા કલેકટરને આવેદનપત્ર આપી રજુઆત કરી હતી.એમણે પોતાની રજુઆતમાં જણાવ્યું હતું કે અમે અમારા પ્રશ્નોના નિરાકરણ મુદ્દે જ્યારે કેવડિયા ખાતે પ્રતીક ઉપવાસ પર બેઠા હતા ત્યારે ગત 17/7/2017 ના રોજ એક વર્ષ પછી ગુજરાતના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા,ભરત પંડ્યા અને રાજ્ય વનમંત્રી શબ્દશરણ તડવી સહિત નર્મદા કલેકટર અમારી માંગણીઓ બે જ માહિનામાં પુરી થઈ જશે એવી ખાતરી આપી પારણા કરાવ્યા હતા.બાદ 10/7/2018ના રોજ ગાંધીનગર ખાતે રાખેલી બેઠકમાં જી.આર.એને લગતા પ્રશ્નો અંગે નિવારણ પ્રાધીકરણ અમદાવાદમાં એક બેઠક રખાશે ત્યાં આ પ્રશ્નોના નિરાકરણની ખાતરી આપી હતી.એ બાદ 9/12/2017ના રોજ પીએમ મોદીએ બોડેલી ખાતેની એક જાહેરસભામાં પણ અસરગ્રસ્તોના પ્રશ્નોના નિરાકરણ કરવાનું નિવેદન આપ્યું હતું.તે છતાં આજદિન સુધી અમારા પ્રશ્નોનું નિરાકરણ આવ્યું નથી.ગુજરાત સરકાર ગરીબ અને આદિવાસી અસરગ્રસ્તોના પ્રશ્નો અંગે કશું જ કરવા માંગતી નથી.
સરદાર સરોવર ડેમ ગુજરાત,મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ એમ ત્રણ રાજ્યોને અસર કરતો ડેમ છે તો ત્રણેવ રાજ્યોમાં એક સરખી પોલિસી હોવી જોઈએ.મધ્યપ્રદેશની પોલીસી મુજબ ગુજરાતમાં પણ જમીન મળવી જોઈએ તથા નર્મદા નિગમના પરિપત્ર મુજબ કુટુંબના પરિવારમાં એક વ્યક્તિને નોકરી આપવામાં આવે.અમારી આ બે મુખ્ય માંગો સહિત અન્ય બીજી માંગો જો નહિ સ્વીકારવામાં આવે તો 31મી ઓક્ટોબરે અમે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ નહીં થવા દઈએ.અમારા 31મી ઓક્ટોબરના આંદોલનમાં કોઈ પણ અનિચ્છનીય બનાવ બનશે તો એના સંપૂર્ણ જવાબદાર ભુપેન્દ્રસિંહ ચુડાસમા,શબ્દશરણ તડવી,જશું ભીલ તેમજ નર્મદા જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ રહેશે એવી ચીમકી આપી હતી.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





