ઈડીનો સપાટો ઃ કાર્તિ ચિદમ્બરમની ભારત સહિત ત્રણ દેશમાં ૫૪ કરોડની સંપત્તિ જપ્ત

0
13

ન્યુ દિલ્હી,તા.૧૧
આઈએનએક્સ મીડિયા કેસમાં કોંગ્રેસના નેતા પી.ચિદમ્બરમના પુત્ર કાર્તિ ચિદમ્બરમને મોટો ઝટકો લાગ્યો છે. ઇડીએ આઇએનએક્સ મીડિયા કેસમાં ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન પી.ચિદમ્બરમના પુત્ર કાર્તિ ચિદમ્બરમની લગભગ ૫૪ કરોડ રૂપિયાની સંપત્તિ અને બેંકમાં જમા કરાયેલ રકમ કબજે કરી છે. સંપત્તિમાં નવી દિલ્હીના જાર બાગ, ઉટી અને કોડાઇકેનાલમાં સ્થિત બંગલો, યુકેમાં સ્થિત આવાસ અને બાર્સિલોનામાં સ્થિત એક મિલકત પણ સામેલ છે.
આઈએનએક્સ મીડિયા કેસમાં આરોપ છે કે ૨૦૦૭માં વિદેશી રોકાણ સંવર્ધન બોર્ડે આઇએનએક્સ મીડિયાને વિદેશથી ૩૦૫ કરોડ રૂપિયાની રકમ પ્રાપ્ત કરવા માટે મંજૂરી આપવામાં ગેરરીતિ આચરવામાં આવી હતી. આ સમયે કાર્તિના પિતા પી.ચિદમ્બરમ કેન્દ્રિય નાણાં પ્રધાન હતા. સીબીઆઇએ શરૂઆતમાં આરોપ મૂક્્યો હતો કે કાર્તિએ આઇએનએક્સ મીડિયાને વિદેશી રોકાણ સંવર્ધન બોર્ડ પાસેથી મંજૂરી અપાવવા માટે દસ લાખ રૂપિયાના લાંચ લીધી હતી. ત્યારબાદ પાછળથી તેણે આ આંકડામાં પરિવર્તન કરી તેને ૧૦ લાખ અમેરિકન ડોલર જણાવ્યું હતું.
આ અગાઉ દિલ્હીની એક કોર્ટે સીબીઆઈ અને ઇડી દ્વારા દાખલ એરસેલ-મેકિસસ કેસમાં સોમવારે પૂર્વ કેન્દ્રના પ્રધાન પી.ચિદમ્બરમ અને તેમના પુત્ર કાર્તિ ચિદમ્બરમના ધરપકડ અટકાવવા માટેનો સમય એક નવેમ્બર સુધી વધાર્યો છે. ખાસ સીબીઆઇ જજ ઓ.પી.સૈનીએ કેસની આગામી સુનાવણી માટે એક નવેમ્બરે તારીખ નક્કી ત્યારે કરી જ્યારે સીબીઆઇ અને ઇડીની તરફેણમાં રજૂ કરાયેલા વકીલોએ આ કેસમાં સ્ટેની માંગ કરી હતી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY