ફેક્ટરીઓમાં ૮૦% સ્થાનિકોને રોજગારી નહીં મળે તો આંદોલન કરીશ : રાજેન્દ્રસિંહ ચાવડા

0
7

હિંમતનગર,તા.૧૧
સાબરકાંઠા જિલ્લાના ઢુંઢર ગામમાં બનેલી એક ચકચારી દુષ્કર્મની ઘટના બાદ પરપ્રાંતિઓ ઉપર હુમલા થવાની ઘટનાઓ વધી ગઇ હતી. પરપ્રાંતિઓ ઉપર હુમલાઓની ઘટનાઓ બાદ રાજકીય નેતાઓ આમને સામને આવી ગયા છે. વિપક્ષનેતાઓ આ મુદ્દે ગુજરાત સરકારને ઘેરવાનો પ્રયત્ન કરી રહ્યા છે તો બીજી તરફ સરકાર પોતાનો પક્ષ મુકી રહી છે. આવી એસટી સ્થિતિમાં હિંમતનગરના ભાજના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડાનો વીડિયો સામે આવ્યો છે. ભાજપના નેતા જ ભાજપ સરકારનો વિરોધ કરતા હોય એવું લાગી રહ્યું છે. સ્થાનિક લોકોએ રોજગાર નહીં અપાય અને જા બહારના લોકોને રોજગાર અપાશે તો હું વિરોધ કરીશ એવું વીડિયોમાં દેખાઇ રહ્યું છે.
તેમણે જણાવ્યું હતું કે, “આ માનવીય સંવેદનાની વાત છે. આ સંવેદનાના આધારે સમગ્ર ટીમ અહીં બેઠી છે. અને બીજી વાત યુવાનોની એ હતી કે ફેક્ટરીઓમાં પરપ્રાંતિઓને લોકો છે. પરંતુ સરકારે હમણાં જ વિજયભાઇએ જાહેર કર્યું કે જે કોઇપણ ફેક્ટરીઓમાં ૮૦ ટકા સ્થાનિક લોકો હોવા જાઇએ અને હું તત્કાલ ફેક્ટરીઓનો સર્વે કરાવીશ અને જા ૮૦ ટકા સ્થાનિકોને રોજગારી નહીં મળે તો હું જાહેરમાં ૫૦ ગામના લોકો અહીં હાજર છે ત્યારે કહું છું કે, હું લો એન ઓર્ડરની સાથે આંદોલન કરવું પડશે તો હું કરીશ. સમગ્ર ટીમને સાથે રાખીને બેસીશ. પરંતુ એવી રીતે સ્થાનિકોને રોજગારી નહીં મળે તો અમે નહીં ચલાવી લઇએ.
માત્ર એટલું જ નહીં, ધારાસભ્યને નાયબ મુખ્યમંત્રીનું નામ પણ આવડતું નથી. તેણે મુખ્યમંત્રી તરીકે વિજયભાઈ અને નાયબ મુખ્યમંત્રી તરીકે રૂપાણીનું નામ લઈ ભાંગરો વાટ્યો હતો.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY