
ન્યુ દિલ્હી,તા.૧૨
ઈંમીટુ પર પૂછવામાં આવેલા એક સવાલના બીજા દિવસે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ ટિવટ કરીને પોતાની પ્રતિક્રિયા આપી છે. ગુરુવારે રાહુલ ગાંધીને એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ઈંમીટુ માં ફસાયેલા કેન્દ્રીય મંત્રી એમ.જે. અકબર અંગે સવાલ પૂછાયો હતો.
રાહુલે ટીવટ કરીને લખ્યું છે કે, “હવે સમય આવી ગયો છે કે તમામ લોકોએ એ શીખવું જાઈએ કે કેવી રીતે મહિલાઓનું સન્માન કરવું અને તેમની ગરીમા જાળવી રાખવી. મને આનંદ છે કે એ સમાજ ખતમ થઈ રહ્યો છે જ્યાં મહિલાઓ ખુલીને સામે આવી રહી ન હતી. બદલાવ માટે સત્યને બુલંદ અવાજ સાથે અને સ્પષ્ટ રીતે બોલવું જાઈએ.”
નોંધનીય છે કે કેન્દ્રીય મંત્રી એમ.જે. અકબર પર લાગેલા જાતિય સત્તામણીના આક્ષેપ બાદ કોંગ્રેસ આ મામલે ભાજપ પાસેથી ખુલાસો માંગી રહી છે. કોંગ્રેસ માંગણી કરી રહી છે કે મંત્રીએ આ બાબતે નિવેદન આપવું જાઈએ અથવા કોઈ સ્પષ્ટતા કરવી જાઈએ.
શુક્રવારે રાફેલ સ્કેમ બાબતે યોજાયેલી પત્રકાર પરિષદ દરમિયાન રાહુલ ગાંધીએ મહિલાઓની જાતિય સત્તામણી વિરુદ્ધ શરૂ થયેલી ઝુંબેશ તેમજ કેન્દ્રીય મંત્રી એમ.જે. અકબર પર મહિલાઓએ લગાવેલા આક્ષેપ અંગે કોઈ પણ પ્રતિક્રિયા આપવાનો ઇન્કાર કરી દીધો હતો.
એવું કહેવામાં આવી રહ્યું છે કે શારીરિક શોષણના આક્ષેપ બાદ મંત્રી એમ.જે. અકબર પોતાનું રાજીનામું આપી શકે છે. હાલમાં તેઓ નાઇઝિરિયાના ઓફિશિયલના પ્રવાસે છે. મંત્રી પર લાગેલા આક્ષેપો અંગે મંત્રી સ્મૃતિ ઇરાનીએ ગુરુવારે સ્પષ્ટ કહ્યું હતું કે તેઓ અવાજ ઉઠાવનાર મહિલાઓના પક્ષમાં છે. સ્મૃતિએ કહ્યું કે એમ.જે. અકબરે પોતાનો પક્ષ રજુ કરવો જાઈએ.
આ અંગે જ્યારે સંરક્ષણ મંત્રી નિર્મલા સિતારમણને પૂછવામં આવ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે, આ અંગે કંઈ બોલવા માટે તે યોગ્ય વ્યકિત નથી. પરંતુ તેમણે શારીરિક શોષણ સામે અવાજ ઉઠાવનારી મહિલાઓને સમર્થન કર્યું હતું.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





