અમેરિકાએ બિલ મંજૂર કરતાં ભારત રશિયા પાસેથી શસ્ત્રો ખરીદી શકશે

0
129

વાશિંગ્ટન,તા.૨
ભારત માટે મોટી રાહત આપનારા અહેવાલ છે. બુધવારે અમેરિકાની સેનેટમાં સંરક્ષણ ખર્ચ સાથે જાડાયેલા એક બિલને મંજૂરી આપવામાં આવી છે. તેની સાથે જ પ્રતિબંધિત દેશો સાથે વ્યાપાર કરનારા દેશો પર પ્રતિબંધોનો ખતરો બનનારા કાયદામાં પણ સંશોધન કરવામાં આવ્યું છે. ઉદાહરણ તરીકે ભારત રશિયા સાથે મોટા પ્રમાણમાં સંરક્ષણ ક્ષેત્ર સહીતના સેક્ટરોમાં વ્યાપાર કરે છે. અમેરિકાની સંસદે રાષ્ટ્રીય સંરક્ષણ વિધેયક-૨૦૧૯ને મંજૂરી કરીને સીએએટીએસ કાયદા હેઠળ ભારત વિરુદ્દ પ્રતિબંધ લગાવવાની આશંકાને સમાપ્ત કરવાનો માર્ગ મોકળો કર્યો છે.
પ્રતિબંધો દ્વારા અમેરિકાના વિરોધીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાની જાગવાઈવાળા કાયદા સીએએટીએસએ હેઠળ રશિયા પાસેથી સૈન્ય ઉપકરણો ખરીદનારા દેશો વિરુદ્ધ પ્રતિબંધ લગાવી શકાય છે. અમેરિકાની કોંગ્રેસની સેનેટે ૨૦૧૯ના નાણાંકીય વર્ષ માટે જાન એસ. મેક્કેને નેશનલ ડિફેન્સ ઓથોરાઈઝેશન એક્ટ સંરક્ષણ બિલને ૧૦ વિરુદ્ધ ૮૭ મતોથી મંજૂર કર્યું છે. હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ્સમાં આ બિલ ગત સપ્તાહે જ પારીત થઈ ચુક્્યું છે. હવે આ બિલને રાષ્ટÙપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના હસ્તાક્ષર માટે વ્હાઈટ હાઉસમાં મોકલવામાં આવશે. ટ્રમ્પના હસ્તાક્ષર બાદ આ ખરડો કાયદો બનશે.
આ ખરડામાં સીએએટીએસએની કલમ-૨૩૧ને સમાપ્ત કરવાની વાત કહેવામાં આવી છે. વ્હાઈટ હાઉસમાં રાષ્ટÙ સુરક્ષા પરિષદના સદસ્ય રહેલા જાસુઆ વ્હાઈટે કહ્યું છે કે સીએએટીએસએની નવી સંશોધિત જાગવાઈઓને કાયદાકીય સ્વરૂપ મળ્યા બાદ ભારત માટે રશિયા પાસેથી એસ-૪૦૦ મિસાઈલ સુરક્ષા પ્રણાલીની ખરીદી આસાન થશે. જા કે તેમણે કહ્યું છે કે કાયદાની ભાષા બેહદ કઠોર લાગી રહી છે. પરંતુ રશિયા પાસેથી સંરક્ષણ ખરીદી કરનારા દેશો વિરુદ્ધ પ્રતિબંધો લગાવનારી જાગવાઈઓને બેહદ નરમ બનાવી દેવામાં આવી છે. સંરક્ષણ વિધેયકમાં એક જાગવાઈ એવી કરવામાં આવે છે કે તેના પ્રમાણે અમેરિકા અને અમેરિકાના સંરક્ષણ સંબંધો માટે મહત્વપૂર્ણ ભાગીદારને રાષ્ટ્રપ્રમુખ એક પ્રમાણપત્ર જાહેર કરીને સીએએટીએસએ હેઠળ પ્રતિબંધોમાંથી મુક્તિ આપી શકે છે.

(જી.એન.એસ)

*જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY