કોર્ટના ચુકાદાની રાહ નહી જાઈએ, ૬ ડિસેમ્બર પહેલા રામ મંદિર નિર્માણ શરૂ કરાશે

0
24

ન્યુ દિલ્હી,તા.૧૨
અયોધ્યામાં રામ મંદિરના મામલે ભાજપના પૂર્વ સાસંદ અને રામ જન્મભૂમિ ન્યાસના વરિષ્ઠ સભ્ય ડો.રામવિલાસ વેદાંતીએ રામ મંદિર નિર્માણ અંગે બહુ મોટુ નિવેદન આપ્યુ છે.
કેન્દ્રીય મંત્રી અનુપમા જાયસ્વાલના ઘરે પહોંચેલા વેદાંતીએ કહ્યું હતુ કે હવે અમે કોર્ટના ચુકાદાની રાહ જાઈ શકીએ તેમ નથી.૬ ડિસેમ્બર પહેલા રામ મંદિરનુ નિર્માણ અમે શરુ કરી દઈશું. મોદી અને યોગીના રાજમાં જ મંદિર બંધાશે.
તેમણે કહ્યું હતુ કે ૨૫ જૂને યોગીની અયોધ્યા મુલાકાત દરમિયાન મેં કહ્યું હતુ કે ૨૦૧૯ની ચૂંટણી પહેલા મંદિર નિર્માણનુ કામ શરુ કરી દેવાશે. અમે એ જ દિશામાં આગળ વધી રહ્યા છે.કોર્ટ તો ચુકાદો આપવામાં લાખો વર્ષ લાગાવી શકે છે. કોર્ટ પાસેથી કોઈ આશા નથી. આજ સુધી કોર્ટ દ્વારા કોઈ કામ થયુ નથી. માટે સાંપ્રદાયિક સૌહાર્દ જાળવીને અને તમામ પક્ષોને એક સાથે લાવીને રામ મંદિરનુ બાંધકામ શરુ કરીશું.
તેમણે કહ્યું હતુ કે રામ લલા જ્યાં બિરાજમાન છે ત્યાં હિન્દુ મુસ્લિમ ભેગા થઈને મંદિર બનાવશે. મુસ્લિમ ભાઈ ઈચ્છે તો કિયાય પણ અમે મસ્જિદ બનાવી આપવા તૈયાર છે પણ તે બાબરના નામ પર નહી હોય.બાબર આતંકવાદી હતો. તે ભારતને લૂંટવા આવ્યો હતો.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY