લખનઉ,તા.૧૨
ઉત્તર પ્રદેશમાં બંગલાને લઈને બંગલાનું રાજકારણ ફરી એકવાર ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. આ વખતે આ વિવાદમાં જબ્બર ટિવસ્ટ પણ આવ્યું છે. રાજ્ય સંપત્તિ વિભાગે સમાજવાદી સેકિયુંલર પાર્ટીના અધ્યક્ષ શિવપાલ સિંહ યાદવને નવો બંગલો ફાળવી દીધો છે. રસપ્રદ વાત એ છે કે, આ બંગલામાં એક સમયે બહુજન સમાજ પાર્ટી (બીએસપી)ની અધ્યક્ષા માયાવતીની ઓફિસ હતી.
પરંતુ સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ માયાવતીને બંગલો ખાલી કરવો પડ્યો હતો. પરંતુ હવે યોગી સરકારના નિર્ણયે માયાવતી અને શિવપાલ યાદવને એકબીજાના પાડોશી બનાવી દીધા છે.
જાકે, રાજ્ય સંપત્તિ વિભાગના આ નિર્ણયમાં રાજકીય સમીકરણો પણ નજરે પડી રહ્યાં છે. આવનાર લોકસભાની ચૂંટણીમાં માયાવતી અને અખિલેશ યાદવ ભાજપ વિરૂદ્ધ મહાગઠબંધન રચવા જઈ રહ્યાં છે. તેવામાં શિવપાલ પર રાજ્ય સરકાર મહેરબાન હોવાને લઈને કયાસ લગાવવામાં આવી રહ્યાં છે. એવુ પણ કહેવાય છે કે, અખિલેશ વિરૂદ્ધ શિવપાલને આગળ કરીને ભાજપ બીજી પણ કેટલીક શકયતાઓ તપાસી રહી છે.
રાજ્ય સંપત્તિ વિભાગે શિવપાલ સિંહ યાદવને ૬ એલબીએસ (લાલ બહાદુર શાસ્ત્રી) બંગલો ફાળવ્યો છે. આ બંગલો તેમને ધારાસભ્ય તરીકે આપવામાં આવ્યો છે. બંગલાની ફાળવણી બાદ શિવપાલ યાદવ તત્કાળ બંગલાની મુલાકાતે ગયાં હતાં અને તેનું નિરિક્ષણ કર્યું હતું. આ બંગલામાં પહેલા માયાવતીની ઓફિસ હતી. પણ હવે કહેવાય છે કે, આ બંગલામાં શિવપાલ યાદવની પાર્ટીનું કાર્યાલય બનશે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



