હિંમતનગર,તા.૧૨
તાલુકાના ઢુંઢર ગામની ૧૨ માસની બાળકી પરના જઘન્ય દુષ્કર્મને લઈને વિરોધ કરવામાં આવ્યો હતો. આ વિરોધમાં હિંમતનગરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડાએ આરોપીઓને સજા કરવાની માંગ કરી હતી. જેમાં ગુજરાતના મુખ્યમંત્રી તરીકે વિજયભાઈ અને નાયબ મુખ્યમંત્રી તરીકે રૂપાણી હોવાનું કહીને ભાંગરો વાટ્યો હતો. જેમની સાથે ઉઠવા બેસવાનું થતું હોય તેમને સામાન્ય રીતે નામ યાદ રહેતા હોય પરંતુ પ્રજાના સેવક બન્યા બાદ અને સત્તાપક્ષના ધારાસભ્ય હોવા છતાં રાજેન્દ્રસિંહ પોતાના નેતા અને ઉપનેતાના નામ ભૂલી જાય તે શરમમાં નાંખે તેવી વાત હોવાનું રાજકીય વર્તૂળોમાં ચર્ચાઈ રહ્યું છે.
હિંમતનગરના ભાજપના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડાનો એક વીડિયો સામે આવ્યો હતો. ૧ ઓક્ટોબરના આ વીડિયોમાં ભાજપના ધારાસભ્યએ કહ્યું કે, કહ્યું કે, તત્કાલ ફેક્ટરીઓનો સર્વે કરાવું છું અને તેમાં કેટલા સ્થાનિક લોકો છે અને કેટલા પરપ્રાંતીયો છે. પરપ્રાંતીય હશે તો હું જાહેરમાં જવાબદારી લઉં છું, ઢુંઢર ગામ અને આસપાસના ૫૦ ગામના લોકો અહીં હાજર છે. આ ૫૦ ગામના લોકોની હાજરીમાં કહું છું કે, ૮૦ ટકા સ્થાનિકોને રોજગારી નહીં મળે તો જે કંઈપણ કરવું પડશે જા આંદોલન કરવું પડશે તો કરીશું.
રાજેન્દ્રસિંહ ચાવડાએ વિધાનસભા ૨૦૧૭ ચૂંટણી દરમિયાન સોગંદનામામાં દર્શાવેલી વિગતો મુજબ તેમની આવક અંદાજે રૂ.૧.૩૭ કરોડથી વધુ તથા ૩૦ તોલાથી વધુ સોનું અને અનેક જગ્યાએ જમીન તથા વેપાર કરતા હોવાને કારણે ભાગીદારી પેઢીમાં ભાગીદાર હોવાનું જણાવ્યું હતું. રાજેન્દ્રસિંહ ચાવડા તેમની પત્ની અને પરિવારના સભ્યોના નામે હિંમતનગર તાલુકાના નવા, બળવંતપુરા, હડિયોલ, કાંકણોલ, હાપા અને અમદાવાદ જિલ્લામાં હેબતપુરામાં ૨૫ હેક્ટરથી વધુ કૃષિ વિષયક જમીન ધરાવે છે તથા વેજલપુરમાં અને હિંમતનગરમાં બિનખેતી પ્લોટ મકાન ફ્લેટ ધરાવે છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





