મુંબઈ,તા.૧૨
બોલિવુડમાં ઈંમીટુ કેમ્પેનના કારણે ભૂકંપ સર્જાયો હોય તેવો માહોલ છે. મોટા માથાના ડાયરેક્ટર્સ અને એક્ટર્સના નામ આ ઈંમીટુ કેમ્પેને સરેઆમ ઉછાળ્યા છે. મહિલા કલાકાર, મહિલા પત્રકાર તેમજ અન્ય ઘણી મહિલાઓએ તેમના પર થયેલા યૌન શોષણની વાત જાહેર કરીને ઘણા દિગ્ગજા પર યૌન શોષણનાં આરોપો લગાવ્યા છે. આ મામલામાં એક મહત્વની ખબર મળી રહી છે કે અક્ષય કુમારે હાઉસફૂલ ૪નું શૂટિંગ કેન્સલ કરી દીધું છે.
ઉલ્લેખનીય છે કે, આ ફિલ્મનું નિર્દેશન સાજિદ ખાન કરી રહ્યા હતા. સાજિદ ખાન પર ત્રણ મહિલાઓ દ્વારા લગાવવામાં આવેલ યૌન શોષણનાં કારણે અક્ષય કુમારે જ્યાં સુધી તેમના પરથી આ આરોપો હટી ન જાય ત્યાં સુધી તેમના નિર્દેશ હેઠળની ફિલ્મનું શૂટિંગ કેન્સલ કર્યું છે. અક્ષય કુમારનાં ટ્વીટ બાદ થોડી જ વારમાં સાજિદ ખાને ટ્વીટ કરતા જણાવ્યું કે પોતે પોતાની નૈતિક જવાબદારી સમજીને જાતે જ આ ફિલ્મમાંથી હટી જવાની જાહેરાત કરી છે.
ઉલ્લેખનીય છે કે, અક્ષય કુમાર પહેલા આમિર ખાને પણ ગુલશન કુમારની બાયાપિક ‘મુગલ’માં કામ કરવાની ના પાડી દીધી હતી. આ ફિલ્મનાં ડાયરેક્ટર સુભાષ કપૂર પર પણ યૌન શોષણનો આરોપ લગાવવામાં આવ્યો હતો જેના કારણે આમીર ખાને ફિલ્મ કરવાની ના પાડી દીધી હતી. જા કે, આમીર ખાને ફિલ્મ છોડાવની જાહેરાત કર્યા બાદ ફિલ્મનાં પ્રોડ્યુસર ભૂષણ કુમારે સુભાષ કપૂરને જ આ ફિલ્મમાંથી હટાવી દીધા હતા.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"






