એમ જે અકબર વિરુદ્ધ લાગેલા આરોપોની તપાસ થવી જાઈએ : અમિત શાહ

0
13

ન્યુ દિલ્હી,તા.૧૩
Me Too અભિયાન બાદ વિવાદોમાં ફસાયેલા કેન્દ્રીય વિદેશ રાજ્યમંત્રી એમ જે અકબરની મુશ્કેલીઓ વધી રહી છે. ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે સૌપ્રથમવાર મૌન તોડ્યું હતું. શાહે કહ્યું છે કે, એમ જે અકબર વિરૂદ્ધ લગાવવામાં આવેલા શારીરિક શોષણના આરોપોની તપાસ થશે. સાથે જ શાહે એ પણ કહ્યું છે કે, એ પણ જાવાનું રહેશે કે, મંત્રી વિરૂદ્ધ લગાવવામાં આવેલા આરોપોમાં કેટલુ સત્ય છે.
અમિત શાહે કહ્યું છે કે, એ જાવું પડશે કે સાચું છે કે ખોટું. એ વ્યકિતની પોસ્ટની હકીકત તપાસવામાં આવશે, જેને આવા આરોપો લગાવ્યા છે. આવી જ રીતે મારા નામનો ઉપયોગ કરીને પણ લખવામાં આવી શકે છે. અકબર વિરૂદ્ધ તપાસ મામલે તેમણે કહ્યું હતું કે, જરૂર વિચારીશું.
ભાજપ અધ્યક્ષના આ નિવેદનને એટલે પણ મહત્વપૂર્ણ માનવામાં આવે છે કે, મીટૂ અભિયાન બાદ વિવાદોમાં ઘેરાયેલા એમ જે અકબર પર ભાજપ હાઈકમાંડ તરફથી આ પહેલી પ્રતિક્રિયા છે. એમજે અકબર પર આરોપ છે કે, અનેક મીડિયા સંસ્થાનોમાં એડિટર તરીકે કામ કરત તેમણે અનેક મહિલા પત્રકારો સાથે વાંધાજનક વ્યવહાર કર્યો હતો. શાહના આ નિવેદનથી એ પણ સંકેત મળી રહ્યાં છે કે, પાર્ટી આ વિવાદોને લઈને ગંભીર છે.
શાહે કહ્યું હતું કે, કોઈ પણ અસત્યાપિત આરોપો આરોપો લાગવવા માટેનું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ હોઈ શકે છે. જાકે એનાથી એ પણ સાબીત થાય છે કે, અકબર પર લગાવવામાં આવેલા આરોપો બાદ નકારાત્મક સંદેશ જાય છે અને પાર્ટી પણ તેને લઈને ગંભીર છે. પાર્ટીને અસહજ સ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY