ભરૂચના નંદેલાવ ગામમાં ગ્રામપંચાયત તથા શાળા તેમજ સ્વૈચ્છિક સંસ્થાઓ દ્રારા ગામ તળાવ પર વૃક્ષારોપણ

0
31

ભરૂચ,
ભરૂચ ના નંદેલાવમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્રારા ૧ લી મેં ના દિવસે સુજલામ સુફલામ જળ અભિયાન શરૂ કર્યું હતું અને આખુ રાજ્ય આ અભિયાનમાં જાડાયું અને અભિયાન વિશાળ જનઅભિયાન બની ગયું હતું.તે અંતર્ગત નંદેલાવ ગ્રામ પંચાયત દ્રારા પણ નંદેલાવ ગામનું ગામ તળાવ ખોડાવી અને ઊંડું કરાવી તેની આજુબાજુ પાળ બનાવી એક સુંદર તળાવ બનાવ્યું છે.

ત્યારે તળાવ ને હજુ વધુ સુંદર અને સુશોભીત કરવાના હેતુ સર નંદેલાવ ગ્રામ પંચાયત તથા ફેઈથ કલવરી સ્કૂલ તથા એચ.ડી. એફ.સી બેંક અને સ્વૈચ્છિક સંસ્થાઓ દ્રારા તળાવની ફરતે વૃક્ષા રોપણનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં નંદેલાવ ગ્રામ પંચાયત ના સરપંચ રતિલાલ ચૌહાણ,તાલુકા પંચાયતના સભ્ય ઇન્દ્રજીતસિંહ વાછાની, સત્યમ ગોહિલ,રોહિત તોમર,ગ્રામપંચાયત સભ્યો તથા
ફેઈથ કલવરી સ્કૂલના શિક્ષકો અને વિદ્યાર્થીઓ,એચ.ડી.એફ. સી બેંકના કર્મચારીઓ તેમજ ગ્રામજનોએ ભેગા મળીને વૃક્ષા રોપણ કર્યું હતું.

રિપોર્ટર:-પ્રકાશ મેકવાન,ભરૂચ.
મો:-9537920203.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY