મુંબઈ,તા.૧૩
ફિલ્મમેકર વિકાસ બહલ પર જાતિય શોષણનો આરોપ લગાવવામાં આવ્યો છે, ત્યારબાદ તેનાથી અલગ થયેલી તેની પત્ની ઋચા દુબે વિકાસનાં બચાવમાં આવી છે. તેણે કંગના રનૌત પર પણ પ્રશ્નો ઉઠાવ્યા છે. કંગનાએ વિકાસ પર લાગેલા આરોપોનો બચાવ કર્યો છે.
કંગનાએ વિકાસની હરકતો પર પ્રશ્ન ઉભા કર્યા હતા. સાથે જ પોતાની વાત પણ જણાવી હતી, ત્યારબાદ વિકાસની પત્ની ઋચા દુબેએ કંગના પર પ્રહાર કર્યો છે. તેણે કંગનાને પ્રશ્ન કર્યો છે કે જા તેનો પતિ આટલો ખરાબ હતો તો શા માટે તેણે આટલો લાંબો સમય દોસ્તી રાખી હતી? તો કંગનાએ પણ વિકાસની પત્નીનાં પ્રશ્નનો જવાબ આપવામાં વાર ના કરી અને તરત રિએક્ટ કરતા કહ્યું, ‘પૂર્વ પતિને બચાવી રહેલી એક પૂર્વ પત્ની. મારો તેમને એક જ પ્રશ્ન છે કે પવિત્રતાનાં મામલે હજારો પતિઓમાં પહેલા નંબરે આવાનારા પતિને તે કેમ છોડી રહી છે? એવો બકવાસ ના કરશો કે અમારા મિત્રતાપૂર્ણ રીતે તલાક થયા અને અમે એક પરિવાર છીએ. આ માટે અમારા કામનાં વાતાવરણને સારુ બનાવવા મદદ કરો અને સુનિશ્ચિત કરો કે આવા લોકો જિંદગીઓ બરબાદ ના કરે.
ઉલ્લેખનીય છે કે ઋચાએ કંગનાને પુછ્યું હતુ કે, ‘નવેમ્બર ૨૦૧૫માં મધુ મંટેના અને મસાબા ગુપ્તાનાં લગ્નમાં કંગનાએ વિકાસ સાથે આઇટમ નંબર કર્યું હતુ. જા વિકાસ ખરાબ માણસ હતો તો ડાન્સ કેમ કર્યો?’ ઋચાએ લખ્યું કે વિકાસ અને કંગના વચ્ચે ફ્રેન્ડલી મેસેજ થતા રહેતા હતા. મીડિયામાં પોતાની ઇમેજ બનાવવા તેણે આ બધુ છુપાવ્યુ? જા કંગનાને વિકાસની વાતો યોગ્ય નહોતી લાગતી તો તેણે આ વિશે ક્યારેય કેમ ના જણાવ્યું? તે તો ઘણી સફળ હતી અને તેની પર કોઈ દબાવ પણ નહોતો તો તે કેમ ચુપ રહી?’
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




