કમલ હસન લોકસભા ચૂંટણીમાં સશર્ત કોંગ્રેસ સાથે જાડાણ કરવા તૈયાર

0
9

ચેન્નાઈ,તા.૧૩
અભિનેતામાંથી નેતા બનેલા કમલ હસને ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી સંદર્ભે મોટું નિવેદન આપ્યું છે. કમલ હસને એક તમિલ ન્યૂઝ ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં આગામી લોકસભા ચૂંટણીમાં સશર્ત કોંગ્રેસ સાથે જાડાણ કરવાની તૈયારી દર્શાવી છે.
ફેબ્રુઆરીમાં મક્કલ નિધિ મૈયમ પાર્ટીની સ્થાપના કરનારા કમલ હસને કહ્યું છે કે ૨૦૧૯માં તેમની પાર્ટી કોંગ્રેસ સાથે ગઠબંધન કરવા માટે તૈયાર છે. પરંતુ તેના માટે પહેલા કોંગ્રેસે ડીએમકે સાથેનું જાડાણ તોડવું પડશે.
કમલ હસને ઈન્ટરવ્યૂમાં તમિલનાડુ ખાતે ડીએમકે અને કોંગ્રેસનું ગઠબંધન તૂટવાની સંભાવના પણ વ્યક્ત કરી હતી.
મહત્વપૂર્ણ છે કે જૂન માસમાં કમલ હસને દિલ્હી ખાતે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરીને તમિલનાડુની રાજકીય સ્થિતિ બાબતે ચર્ચા કરી હતી. રાહુલ ગાંધી સાથેની મુલાકાત બાદ પત્રકારો સાથેની વાતચીતમાં કમલ હસને કહ્યું હતુ કે તેમણે રાજકારણ પર ચર્ચા કરી છે. પરંતુ જેવું તમે વિચારો છો તેવું નથી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY