હિ.પ્રદેશના પહાડી વિસ્તારોમાં શિયાળાની પ્રથમ બરફવર્ષા : નેશનલ હાઈવે બંધ કરાયો

0
11

શિમલા,તા.૧૩
હિમાચલ પ્રદેશના પહાડી વિસ્તારોમાં શિયાળાની પહેલી બરફવર્ષા થઈ છે. મનાલીના ગુલાબા, ચંબાના ચુરાહ, મંડીના શિકારી દેવી અને સિરમૌરના ચૂડધાર વિસ્તારમાં ઓક્ટોબર માસમાં હિમવર્ષાને કારણે બરફની ચાદર પથરાઈ હતી. રોહતાંગમાં બરફવર્ષાને કારણે એક ફૂટ બરફ પથરાયો હતો અને તેને કારણે નેશનલ હાઈવે પણ બંધ થયો છે. લાહૌલમાં બરફવર્ષાને કારણે કેટલાક કલાકો સુધી ભાજપના સાંસદ રામસ્વરૂપ શર્મા પણ ફસાયેલા રહ્યા હતા. ગુરુવારે હિમાચલ પ્રદેશના પાટનગર શિમલા સહીતના ઘણાં વિસ્તારોમાં હળવો વરસાદ અને ભારે પવન ફૂંકાયો હતો.
હિમાચલ પ્રદેશમાં પારો ગગડવાને કારણે રાજ્યમાં ઠંડકનું વાતારણ સર્જાયું હતું. ભૂસ્ખલનને કારણે હિમાચલ પ્રદેશમાં સેંકડો નાના સંપર્ક માર્ગો બંધ થઈ ગયા છે. વરસાદ અને કરા પડવાને કારણે નયનાદેવીમાં નવરાત્રિ નિમિત્તે માથું ટેકવવા પહોંચનારા શ્રદ્ધાળુઓના ઉત્સાહમાં કોઈ ઘટાડો જાવા મળ્યો નથી. હવામાન વિભાગના શિમલા ખાતેના કેન્દ્ર તરફથી આગાહી કરવામાં આવી છે કે ૧૭ ઓક્ટોબર સુધીમાં રાજ્યનું વાતાવરણ સ્વચ્છ રહેવાની શકયતા છે.
પર્યટન નગરી મનાલીના ગુલાબામાં ગુરુવારે સવારે શિયાળાની ઋતુની પહેલી બરફવર્ષા થઈ હતી. લાહૌલ ઘાટીના કેલાંગમાં પંદર સેન્ટિમીટર અને રોહતાંગ પાસમાં ૪૫ સેન્ટિમીટર બરફવર્ષા થઈ છે. તેના કારણે મનાલી-લેહ માર્ગનો વાહન-વ્યવહાર ઠપ્પ થયો છે. ગુરુવારે સવારે બરફવર્ષાને કારણે મનાલી તરફથી ગુલાબા અને લાહૌલ તરફથી આગમચેતીના પગલા હેઠળ વાહનોને રોકવામાં આવ્યા છે. રોહતાંગ પાસ સહીત મકરવે, શિકરવે, મનાલી પીક, લડાખી પીક, સેવન સિસ્ટર પીક, પતાલસૂ પીક, માંગણ કોટ, વ્યાસ કુંડ, દશૌહર લેક, ભૃગુ લેક, હમટા પાસ, ચંદ્રખણી પાસમાં તાજી હિમવર્ષા થઈ છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY