આગામી લોકસભા ચૂંટણીમાં ભાજપનો પરાજય નિશ્ચિત છે : ઓમપ્રકાશ રાજભર

0
9

બલિયા,તા.૧૪
ઉત્તરપ્રદેશમાં સતામાં રહેલી ભાજપની સહયોગી સુહેલદેવ ભારતીય જનતા પાર્ટી (સુભાસપા)ના અધ્યક્ષ અને રાજ્ય સરકારનાં કેબિનેટ મંત્રી ઓમપ્રકાશ રાજભર સતત ભાજપની વિરુદ્ધ નિવેદન આપી રહ્યા છે. ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની સાથે બેઠક બાદ પણ ઓમપ્રકાશ રાજભર નિવેદનો આપવાનું બંધ નથી કરી રહ્યા. રાજભરે કહ્યું કે, લોકસભાની આગામી ચૂંટણીમાં ભાજપનો પરાજય નિશ્ચિત છે. રાજભરે જિલ્લાનાં રસડા ગામમાં આવેલ પોતાનાં ઘરે પત્રકારો સાથે ચર્ચા કરતા કહ્યું કે, કેન્દ્રની ભાજપે અનુસૂચિત જાતી-જનજાતી કાયદા મુદ્દે સુપ્રીમ કોર્ટનો ચુકાદો પલટી નાખ્યો. તે ઉપરાંત તેણે અન્ય પણ ઘણા વિવાદાસ્પદ પગલા પણ ઉઠાવ્યા છે.
રાજભરે જણાવ્યું કે, જા ભાજપ સરકારની એવી જ કાર્યપદ્ધતી રહી તો આ પાર્ટીની આગામી લોકસભા ચૂંટણીમાં હાર નિશ્ચિત છે. ગોરખપુર, ફુલપુર અને કેરેના લોકસભા પેટા ચૂંટણીમાં તેના ભણકારા પણ વાગ્યા છે. ભાજપ જ્યારે એસસી-એસટી એક્ટના મુદ્દે સીમા લાંઘશે અને ભીમ આર્મીના સંસ્થાપક ચંદ્રશેખરને મુક્ત કરશે તો લંકા દહન થવું નિશ્ચિત છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY