નબીપુર નજીક આવેલી હોટલ વિસામાના માલિકની પોલીસે 260 લીટર ડીઝલના શંકાસ્પદ જથ્થા સાથે અટકાયત કરી છે. હોટલ પર આવતા વાહનોમાંથી ડીઝલ ચોરી થતું હોવાની આશંકાએ હોટલ માલિકની ઘનિષ્ઠ પુછપરછ હાથ ધરવામાં આવી છે. પોલીસે ડીઝલ ભરેલા કારબાઓ સહિત 21 હજારનો મુદામાલ જપ્ત કર્યો છે.
ભરૂચની જિલ્લા પેરોલ ફર્લો સ્કોડનો સ્ટાફ શનિવાર રાત્રે નાઈટ પેટ્રોલિંગમાં હતા.દરમિયાન નેશનલ હાઇવે નંબર-48 ઉપર નબીપુર નજીક આવેલ વિસામા હોટલ ઉપર હાઇવે પરથી પસાર થતી ગાડીઓમાંથી ગેરકાયદેસર રીતે ડીઝલ કાઢી હોટલની બાજુમાં બનાવેલ તંબુમાં સંગ્રહ કરીને રાખ્યો હોવાની બાતમીના આધારે પોલીસે જગ્યા પર તપાસ કરતા ડીઝલ ભરેલ ૩૫ લિટરના પ્લાસ્ટિકના કારબા નંગ-૬ માં ૨૧૦ લીટર ડીઝલ ભરેલી કિંમત રૂપિયા ૧૬,૩૮૦ તથા ૫૦ લિટરનો ડીઝલ ભરેલ કારબો કિંમત રૂપિયા ૩,૯૦૦ તથા અન્ય ડીઝલ કાઢવાની ચીજ વસ્તુઓ મળીને કુલ ૨૧,૫૬૦/-નો મુદ્દામાલ કબ્જે કરીને હોટલ મલિક કુલદીપસિંગ સતનામસીંગ ગિલની અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ નબીપુર પોલીસ ચલાવી રહી છે.
રિપોર્ટર:-અંકિતા પાટણવાડિયા
મો:-9904733000
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"






