અમેરિકાએ બનાવ્યા નવા નિયમ, હવે માત્ર ૧૨ દિવસમાં જ મળશે H૧-B વિઝા

0
10

વાશિંગ્ટન,તા.૧૫
અમેરિકાના અધિકારીઓએ જણાવ્યું કે જે લોકોના વિઝા એક્સ્પાયર થઇ રહ્યા છે. અથવા તો જેમનું સ્ટેટશ બદલાઇ ગયું છે. એમના ટૂંક સમયમાં જ દેશમાંથી બહાર કાઢવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી શકે છે. પરંતુ આ પહેલા એક મોટો ફેરફાર કરવામાં આવી રહ્યો છે. હજારોની સંખ્યામાં આઇટી ફર્મમાં કામ કરનારા ભારતીય એન્જીનિયર્સ અમેરિકા જાય છે. જેમને ૐ૧-મ્ વિઝા આપવામાં આવે છે. પરંતુ હવે આ વિઝાની સમય મર્યાદાને ખુબજ ઓછી કરી દેવામાં આવશે. અમેરિકાના કાયદા પ્રમાણે પહેલા H૧-B વિઝા ત્રણ મહિનાના સમયગાળા માટે આપવામાં આવે છે. જાકે હવે આને ૧૨ દિવસ સુધી કરી દેવામાં આવી શકે છે.
રિપોર્ટ પ્રમાણે નવો નિયમ યુઝર્સ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસેસ (USCIS)એ શરૂ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, નવા નિયમાનુસાર ૧૨ દિવસ પહેલા રજૂ થયેલાH૧-B વિઝાને રિન્યૂ માટે તમે ત્યારે જ એપ્લાય કરી શકશો જ્યારે પહેલાના વિઝા એક્સ્પાયર થઇ જાય. આ પહેલા વિઝાના એક્સ્પાયર થવના થોડા દિવસો પહેલા જ નવા વિઝા ઇશ્યૂ કરાવી શકાતા હતા.USCIS પ્રમાણે ફેબ્રુઆરી ૨૦૧૮થી જ આ નવા નિયમને લઇને ચર્ચાઓ થવા લાગી છે. પરંતુ હવે આ નિયમને લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
એક નિયમ પ્રમાણે જે લોકોએ વિઝા એક્સટેન્શનનું આવેદન આપ્યું છે. તેમણએ એનટીએ (નોટિસ ટૂ અપીયર) રજૂ કરવામાં આવશે. આની જવાબદારી યુએસસીઆઇએસને આપવામાં આવી છે. આ પહેલા મોટી સંખ્યામાં H૧-B વિઝા હોલ્ડર્સને તેમના વિઝા એક્સટેન્ડ કરવા માટે ના પાડી દીધી હતી. જેમાંથી મોટાભાગના લોકો ભારતીય હતા.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY