રાજપીપળા શહેર માં પેકીંગ માં વેચાતી ખાદ્ય વસ્તુઓ માં નિયોનું પાલન થતું નથી

રાજપીપળા : નર્મદા જિલ્લા ના રાજપીપળા ખાતે ખાદ્ય વસ્તુઓ બાબતે તંત્ર તદ્દન લાપરવાહ છે જેના કારણે ગ્રાહકો ને પેકીંગ માં અપાતી ખાદ્ય વસ્તુઓ માં નિયમોનું ઉલ્લંઘન કરી વસ્તુ બનાવનાર કંપનીઓ બનાવટ ની કે અન્ય જરૂરી તારીખ કે માહિતી લખતી ન હોવાના કારણે ક્યારે વાસી વસ્તુઓ ખરીદ કરનાર ગ્રાહકો ના સ્વાસ્થ્ય પર ખરાબ અસર થતી હોય છે ત્યારે ચારેક દિવસ પહેલાજ રાજપીપળા ની એક બેકરી દ્વારા બનાવટ ની તારીખ માર્યા વગર ના બ્રેડ ના પેકેટ નું વેચાણ થતું હોવાની માહિતી અમે પ્રસિદ્ધ કરી ચુક્યા છે અને હાલ આવીજ એક બેકરી માંથી અમારી ટિમ નાજ એક સભ્ય એ પેકીંગ માં વેચાતી વડોદરા ની કંપનીની બનાવટ ની કેક ખરીદ કરી તો એમાં બનાવટ કે અન્ય કોઈ બાબત ની માહિતી છપાયેલી ન જણાતા પેકીંગ પર લખેલા હેલ્પલાઇન નંબર પર ફોન કરતા એવો જવાબ મળ્યો કે મશીન માં તકલીફ થઈ હશે પણ બીજી વખત અમે ધ્યાન રાખીશું ,ત્યારે સવાલ એ થાય છે કે નિયમ મુજબ બનાવટ અને વપરાશ ની તારીખ અને બેચ નંબર ફરજીયાત હોવા છતાં કંપની ની બનાવટ માં આટલી મોટી ભૂલો થાય છતાં બજાર માં એ કંપની ની વસ્તુઓ ખુલ્લેઆમ વેચાતી હોય પરંતુ ફ્રુડ એન્ડ ડ્રગ વિભાગ કેમ આખો પર પટ્ટી બાંધી તમાશો જોતું રહે છે…? વારંવાર અખબારો માં આવા અહેવાલો આવવા છતાં કેમ રાજપીપળા માં તપાસ થતી નથી…? આખરે તંત્ર ફક્ત તહેવારો વખતેજ તપાસ કરવા ટેવાયેલું છે…? ભરૂચ ફ્રુડ એન્ડ ડ્રગ વિભાગ ના અધિકારીઓ ની ઊંઘ ક્યારે ઉડશે…?
- ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






