આખરે શિખર ધવનની પત્નીએ ટાપી પહેરવા અંગે ખુલાસો કર્યો

0
9

મુંબઈ,તા.૧૭
ટીમ ઈન્ડિયાના બેટ્‌સમેન શિખર ધવનની પત્ની આયશા ધવન સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટીવ રહે છે. આયશા ખાસ કરીને ટોપીમાં નજરે પડે છે. તેને ઘણા લોકો આ સવાલ કરી ચુકવ્યા છે કે આખરે કેમ તે હંમેશા ટોપીમાંજ નજરે પડે છે. બોક્સર આયશાએ આ વાતનો ખુલાસો કર્યો છે. તેને તેની પાછળનું કારણ સોશિયલ મીડિયા પર શેર કર્યુ છે કે કેમ તે ટોપી પહેરી રાખે છે.
આયશાએ ઇન્સ્ટાગ્રામ પર લખ્યું છે કે કેટલાક લોકો મને પુછે છે કે આખરે કેમ હું હંમેશા ટ્રેનિંગ માટે તૈયાર રહું છું અને કેમ ટોપી પહેરી રાખુ છું. હું કોઇપણ વાતનો નિર્ણય લેવા માટે બેકાર સમય બરબાદ કરતી નથી. મને ફિટનેસ પસંદ છે. તો હું રોજ ટ્રેનિંગ કરું છું. ત્યાર બાદ મારો પૂરો સમય પરિવાર માટે હોય છે. તે લોકોનું ખાવાનું બનાવવાનુ, ઘરની સ્વચ્છતા, બાળકોને સ્કુલે મુકવા જવું. પોતાના બિસનેસ પર કામ કરવું. બાળકોની સાથે રમવું, યુટ્યૂબ ચેનલ માટે વીડિયો બનાવવો આ દરેક વસ્તુ હું જાતે જ કરું છું.
તેને વધુમાં કહ્યું કે મારી પાસે એટલો સમય નથી હોતો કે હું મારા વાળ સરખા કરું અને તૈયાર થવું. મારી પાસે પણ ૨૪ કલાક હોય છે પણ તે હુ મારા હિસાબથી પસાર કરું છું.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY