લાહોર,તા.૧૭
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)એ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) પર બેવડું વલણ અપનાવવાનો આરોપ લગાવ્યો છે. PCB નવનિયુક્ત અધ્યક્ષ એહસાન મનીએ કહ્યું કે ભારત-પાકિસ્તાન મેચને લઈને BCCI ના વલણમાં બેવડું વલણ છે. ભારત PCB ટૂર્નામેન્ટમાં અમારી સામે રમે છે, પરંતુ દ્વિપક્ષીય ક્રિકેટ નથી રમતાં. અમારે તે અંગે વાત કરવી પડશે.
મનીએ કહ્યું કે, BCCI તણાવપૂર્ણ માહોલનો હવાલો આપીને ભારતની સાથે જાન્યુઆરી ૨૦૧૩થી દ્વિપક્ષીય ક્રિકેટ સીરીઝ રમવાનો ઈન્કાર કરી રહ્યાં છે. તો બીજી તરફPCBની ટૂર્નામેન્ટમાં પાકિસ્તાન સાથે ૧૦ મેચ રમી ચુકવ્યા છે. સપ્ટેમ્બરમાં થયેલા એશિયા કપમાં બંને ટીમોએ બે મેચ રમ્યાં હતા.PCB અધ્યક્ષે ક્રિકઈન્ફોને આપેલાં ઈન્ટરવ્યૂમાં કહ્યું કે, “લોકોની ઈચ્છા છે કે બંને દેશોના ક્રિકેટ સંબંધ સુધરે. ક્રિકેટ સીરીઝથી અમે આ સંબંધો સુધારી શકીએ છીએ. બંને દેશ જ્યારે એક બીજા સાથે રમે છે તો લાખો ક્રિકેટ પ્રશંસક તેને જુએ છે.
તેઓએ કહ્યું કે, “રમત અને સંસ્કૃતિ ઉપરાંત અન્ય કોઈ રીતે અમારા દેશોનાં સંબંધ સારા ન થઈ શકે. મારા માટે આ પૈસાથી વધુ મહત્વનું છે. ભારત-પાકિસ્તાનના લોકો આ બંને ટીમો વચ્ચેની રમત જાવા માંગે છે, પરંતુ બધું જ રાજનીતિ પર નિર્ભર છે. ભારતમાં આગલા વર્ષે ચૂંટણી છે. એવામાં તેના વલણમાં સુધારો આવશે તેવી આશા છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



