અમદાવાદ,તા.૧૮
‘ચાર ચાર બંગડી વાળી ગાડી’ ગીતથી વિશ્વભરમાં પ્રસિદ્ધ બનેલી ગાયિકા કિંજલ દવેએ બુધવારે રાત્રે એક ગરબા કાર્યક્રમ દરમિયાન લોકરોષનો ભોગ બનવું પડ્યું હતું. નવરાત્રિના આયોજન દરમિયાન કિંજલ દવેના કાર્યક્રમમાં હોબાળો થયાનું ધ્યાનમાં આવ્યું છે.
મળતી માહિતી પ્રમાણે સાયન્સ સીટી નજીક આવેલા એક પાર્ટી પ્લોટમાં યોજવામાં આવેલા ગરબામાં સીંગર તરીકે કિંજલ દવે અને તેના ગ્રુપને આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં હોબાળો થયો હતો. કાર્યક્રમ દરમિયાન સ્ટેજ નજીક રમી રહેલા ખેલૈયાઓને ખસેડવાનો આદેશ કરવામાં આવતા હોબાળો શરૂ થયો હતો.
જે બાદમાં ખેલૈયાઓએ વિરોધ કર્યો હતો. વાત ઉગ્ર બનતા બાઉન્સરો અને આયોજકોએ પરિસ્થિતિ સંભાળવી પડી હતી. ગરબાના કાર્યક્રમમાં થયેલી બબાલ બાદ સંચાલકોએ કાર્યક્રમ નિર્ધારિત સમય પહેલા પૂર્ણ જાહેર કરી દીધો હતો. અમુક લોકોએ કિંજલ દવેની કારને પણ રોકી હતી. જાકે, પોલીસે દરમિયાનગીરી કરીને મામલો થાડે પાડ્યો હતો.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




