દેવભૂમિ દ્વારકા,તા.૧૮
જિલ્લાના ખંભાળિયા-જામનગર રોડ પાસે ભરાણા ગામ નજીક ગઈકાલે યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. આ યુવકની હત્યા થઈ હોવાનો ખુલાસો થતા પોલીસે ગામના જ એક શખ્સ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે. પોલીસે મૃતકના ગામના જ બ્રિજરાજસિંહ સામે ગુનો નોંધ્યો છે. મૃતક યુવાને બ્રિજરાજસિંહની માતાની એક-બેવાર છેડતી પણ કરી હતી. જેથી ક્રોધે ભરાયેલા બ્રિજરાજસિંહે યુવકને મોતને ઘાટ ઉતાર્યો હોવાનો પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે.
વાડીનાર નજીક ખંભાળિયા-જામનગર રોડ પાસે આવેલા ગામના જયેશગર મેઘનાથી નામના યુવાનની એસ્સાર બાઉન્ડ્રી પાસેથી લાશ મળી આવી હતી. જેને પગલે પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહનો કબજા લીધો હતો. ત્યાર બાદ આ મૃતદેહની પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપવામાં આવ્યો હતો. આ પોસ્ટમોર્ટમમાં યુવકની હત્યા થઈ હોવાનો ખુલાસો થયો હતો.
ત્યાર બાદ પોલીસે આ મામલે તપાસ કરતા મૃતકના ભાઈ હસમુખગર મેઘનાથીની ફરિયાદના આધારે ભરાણા ગામના બ્રિજરાજસિંહ જાડેજા સામે ગુનો નોંધ્યો હતો. હાલ પોલીસે બ્રિજરાજસિંહની શોધખોળ હાથ ધરી છે. તેમજ તપાસ દરમિયાન ખુલાસો થયો છે કે, મૃતક યુવાને બ્રિજરાજસિંહની માતાની એક-બેવાર છેડતી પણ કરી હતી. જેથી ક્રોધે ભરાયેલા બ્રિજરાજસિંહે યુવકને મોતને ઘાટ ઉતાર્યો હતો.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





