દેશી દારૂ પીધા બાદ વરાછાના યુવાનની તબિયત બગડતા મોત

0
57

સુરત,
20/02/2018

વરાછામાં લંબે હનુમાન રોડના યુવાને દેશી દારૂ પીધા બાદ તેની તબિયત લથડી હતી અને છેવટે મોતને ભેટ્યો હતો.સ્મીમેર હોસ્પિટલથી મળેલી વિગત મુજબ વરાછામાં લંબેહનુમાન રોડ ઘનશ્યામ નગરમાં એમ્બ્રોઇડરી કારખાનામાં કામ કરતો અને ત્યાં જ રહેતો ૪૦ વર્ષિય રવિન્દ્ર પરશોત્તમ વાઝા ગતરાત્રે કારખાના પાસે મૃત હાલતમાં મળી આવ્યો હતો.રવિન્દ્રના સંબંધીએ કહ્યું રવિન્દ્ર મૂળ ભાવનગરના મહુવાનો વતની હતો. તે ઘણા સમયથી દેશી દારૂ પીતો હતો. ગતરોજ પણ તે દારૂ પીને કારખાનાની બહાર સુઈ ગયો હતો.બાદમાં તેની તબિયત લથડતા મોતને ભેટયો હતો.

પોલીસ સૂત્રોએ કહ્યું કે ઘનશ્યામ નગરમાં રવિન્દ્ર પડી જવાથી અથવા કોઈ વાહને ટક્કર મારવાથી શરીરે ઇજા થઇ અથવા કોઈ કુદરતી બિમારીના કારણે મોત થયું તપાસ દરમિયાન કારણ સ્પષ્ટ થશે.

રવિન્દ્રનું પોસ્ટમોર્ટમ કરનાર તબીબે કહ્યું કે તેની દારૂની ટેવના લીધે લીવર ખરાબ થવાથી મોત થયું છે. તેને ઉઝરડાના નિશાન છે. તે પડી જવાથી થયા હશે. આ અંગે વરાછા પોલીસે તપાસ હાથ ધરી છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY