જેલની બહાર બિશપનું સ્વાગત કરવા મોટી સંખ્યામાં સમર્થકો હાજર રહ્યા હતા રેપ કેસમાં જામીન પર છૂટેલા બિશપ મુલક્કલનું ફૂલહારથી સ્વાગત કરાયું

0
28

જલંધર,તા.૧૮
કેરળ નન રેપ કેસમાં જામીન મળ્યા બાદ બિશપ ફ્રેન્કો મુલક્કલ બુધવારે પંજાબના જલંધરમાં પહોંચ્યો હતો જ્યાં તેનું ભવ્ય સ્વાગત કરાયું હતું. આ દરમિયાન સમર્થકોએ તેના પરપ ગુલાબના ફૂલ વરસાવ્યા હતા અને તેને ફૂલની માળા પહેરાવી સ્વાગત કર્યું હતું. સ્વાગત કરાનારા સમર્થકોમાં નનો પણ સામેલ હતી.
બિશપે મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું કે, પંજાબના લોકોની પ્રાર્થના મારી સાથે છે. હું આ તમામ લોકોનો આભાર માનું છું. મને આશા છે કે, આ લોકો મારી માટે પ્રાર્થના કરતા હશે. કેસની તપાસ ચાલું છે અને હું તપાસમાં સહયોગ કરું છું. મને દેશના કાયદા પર વિશ્વાસ છે.
પૂર્વ બિશપ ફ્રેન્કોને કેરળના પાલાની નજીકની એક જેલમાં મંગળવારે જામીન પર મુક્ત કરવામાં આવ્યા છે. કેરળ હાઇકોર્ટે સોમવારે બિશપની જામીન મંજૂર કરી હતી. જેલની બહાર મોટી સંખ્યામાં તેના સમર્થકો હાજર રહ્યા હતા અને તેનું સ્વાગત કર્યું હતું. સમર્થકો સાથે અપક્ષ ધારાસભ્ય પીસી જાર્જ પણ જેલની બહાર સ્વાગત માટે હાજર રહ્યા હતા.
હાઇકોર્ટે કડક શરતો પર બિશપની જામીન મંજૂર કરી છે. શરત મુજબ, તેઓ કેરળમાં પ્રવેશ કરી શકશે નહી, પાસપોર્ટ કોર્ટને સોંપી દેશે અને બે સપ્તાહમાં એક વાર પોલીસ સમક્ષ હાજર રહેશે. કેરળની નન સાથે રેપ કેસમાં કેરળ પોલીસે ફ્રેન્કોની ૨૧ સપ્ટેમ્બરે ધરપકડ કરી હતી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY