યુથ ઓલિમ્પિક : આકાશે તિરંદાજીમાં ભારત માટે જીત્યો સિલ્વર મેડલ

0
7

બ્યુનસ આયર્સ,તા.૧૮
૧૫ વર્ષના આકાશ મલિકે યુથ ઓલિમ્પિક ગેમ્સમાં સિલ્વર મેડલ જીત્યો છે. તેણે રિકર્વ તીરંદાજીના પુરુષ ઈન્ડીવિઝ્યુઅલ ઈવેન્ટમાં આ મેડલ જીત્યો છે. તે આ રમતમાં સિલ્વર જીતનારો પ્રથમ ભારતીય બન્યો છે. આ અગાઉ અતુલ વર્માએ ૨૦૧૪માં નેનજિંગમાં યોજાયેલી યુથ ઓલિમ્પિક ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
આકાશ મલિકના આ પ્રદર્શન સાથે આર્જેન્ટિનામાં યોજાયેલી યુથ ઓલિમ્પિકમાં ભારતના મેડલની સંખ્યા ૧૩ થઈ છે. જેમાં ૩ ગોલ્ડ, ૯ સિલ્વર અને ૧ બ્રોન્ઝનો સમાવેશ થાય છે. યુથ ઓલિમ્પિકના ઈતિહાસમાં ભારતનું આ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. ભારતે સૌથી વધુ બે ગોલ્ડ શૂટિંગમાં જીત્યા છે. એક ગોલ્ડ વેઈટલિફ્ટિંગમાં મળ્યો છે. આકાશ મલિકના પિતા ખેડૂત છે અને તે ધોરણ-૧૧માં અભ્યાસ કરે છે.
આકાશે રિકર્વ તીરંદાજીના ક્વોલિફિકેશન રાઉન્ડમાં શાનદાર પ્રદર્શન કરીને ફાઈનલમાં સ્થાન બનાવ્યું છે. ગોલ્ડ માટે થયેલી આ ટક્કરમાં અમેરિકાના ટ્રેન્ટન કોલેસ સામે તે ટકી શકિયો નહીં. કોલેસે આકાશને ૬-૦થી હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો.
૫મો ક્રમાંકિત આકાશ ફાઈનલમાં તેની લય જાળવી શકિયો નહીં. ત્રણ સેટના મુકાલબામાં બંને તીરંદાજાએ ચાર-ચાર વખત પરફેક્ટ-૧૦નો સ્કોર બનાવ્યો હતો. આકાશે તેની સાથે જ બે વખત માત્ર ૬નો સ્કોર બનાવ્યો. જેની સામે ટ્રેન્ટન કોલેસે ચાર પરપેક્ટ-૧૦ ઉપરાંત બે વખત ૯ પોઈન્ટ મેળવ્યો હતો. આ રીતે તે આ મુકાબલો જીતી ગયો હતો.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY