આનાથી શુ હાંસલ થશે ?

0
16

પોતાની નિષ્ફળતાને છુપાવવા માટે કલા અમારા રાજનેતાઓ પાસેથી જ શિખવા જેવી છે. જે વચન પાળી શકતા નથી તે બાબતોને પણ ખુબ જ વિનમ્રતા સાથે સ્વીકાર કરવાના બદલે કોઇને કોઇ રસ્તો શોધી કાઢે છે. તાજેતરમાં જ આપવામાં આવેલા એક ઇન્ટરવ્યુમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખુબ કુશળતા આ મુદ્દે દર્શાવી હતી. બેરોજગારીના મુદ્દા પર મોદીએ બચાવનો રસ્તો શોધી કાઢ્યો છે. મોદીએ ઇન્ટરવ્યુમાં કહ્યુ હતુ કે નોકરીની કમીથી વધારે મુદ્દો નોકરીના આંકડાની કમીનો છે. એટલે કે મોદી માને છે કે દેશમાં રોજગારીની તક તો ઉભી થઇ રહી છે. જા કે સરકાર પાસે તેના આંકડા નથી. સવાલ એ છે કે દેશમાં આજે દરેક ચીજાના આંકડા રહેલા છે ત્યારે નોકરીના આંકડા એકત્રિત કરવામાં સમસ્યા શુ આવી રહી છે. આ વર્ષે રેલવેમાં ૯૦ હજાર નોકરી માટે બે કરોડ ૮૦ લાખ દાવેદારોએ ફોર્મ ભર્યા હતા. એટલે કે એક સીટ માટે આશરે ૩૦૦ દાવેદાર રહ્યા હતા. દરેક પ્રકારની ભરતીની Âસ્થતી હાલમાં એવી જ રહેલી છે. ચોથા વર્ગના કર્મચારીની એક જગ્યા માટે ૩૦૦-૪૦૦ ફોર્મ આવવાની બાબત સામાન્ય બાબત છે. આ Âસ્થતી રોજગારીની તકની કમી તરફ સ્પષ્ટ ઇશારો કરે છે. બીજી બાજુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લાગે છે કે બેરોજગારીના મુદ્દાપર વિરોધ પક્ષો તેમને બિનજરૂરી રીતે ઘેરે છે. આ સવાલ વિપક્ષનો નથી પરંતુ દેશનો છે કે નોકરીની તક કેમ ઝડપથી ઉભી થઇ રહી નથી. દેશના કરોડો લોકો આ પ્રશ્ન કરી રહ્યા છે. ચૂંટણી પહેલા મોદી તેમની સભામાં પાંચ વર્ષમાં ૧૦ કરોડ લોકોને રોજગારી આપવાની વાત કરી રહ્યા હતા. સરકારને હવે આસંબંધમાં હિસાબ આપવાની જરૂર છે. સરકારને આ બાબતનો હિસાબ આપવાની જરૂર છે કે છેલ્લા ચાર વર્ષના ગાળામાં કેટલા યુવાનોને રોજગારીની તક આપવામાં આવી છે. કેટલાને રોજગારી મળી ગઇ છે. આંકડા નહીં હોવાની વાત કરીને મોદીએ દેશના લોકોને ગેરમાર્ગે દોરવાના પ્રયાસ કર્યા છે. મોદીએ દેશને પારદર્શી સરકાર આપવાની પણ વાત કરી હતી. પારદર્શી સરકારનો અર્થ છે કે જે પણ કામ કરવામાં આવે તે તમામ કામોને પ્રજાની સમક્ષ રજૂ કરવામાં આવે. આ રાજકીય પેંતરાબાજીનો નહીં બલ્કે વિશ્વસનીયતોનો પ્રશ્ન છે. જ્યાં યોગ્ય લાગે ત્યા આંકડા આપીને પ્રશંસા મેળવી લેવાની બાબત યોગ્ય નથી. જ્યારે નિષ્ફળતા મળે ત્યાં આંકડા નથી તેમ કહીને જવાબદારીમાંથી છુટી જવાય નહી. જનભાવનાની સાથે ચેડા કરવાની બાબત યોગ્ય નથી. સામાન્ય વ્યÂક્ત સરકારની પસંદગી એટલા માટે કરે છે કે તેની અપેક્ષાને પૂર્ણ કરવાના પ્રયાસો કરવામાં આવે. સરકારની સારી અને ખરાબ બાબતોનો હિસાબ કરવામાં આવે તે જરૂરી છે. ચૂંટણી પહેલા કરવામાં આવતા વચનો પૂર્ણ કરવામાં આવે તે અતિ જરૂરી છે. લોકશાહીનો યોગ્ય અર્થ પણ એ છે. મોદી સરકાર રોજગારીના મામલે અપેક્ષા કરતા નબળી સાબિત થઇ રહી છે તે બાબતમાં કોઇ બે મત નથી. આંકડા ચોક્કસપણે આપવા જાઇએ.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY