મુસ્લિમ મહિલાઓને સમર્થન અનેહિન્દુ મહિલાઓનો વિરોધ…!! ભાજપા તારો આ કેવો ખેલ..??

0
8

વીએચપીમાંથી કાઢી મુકવામાં આવેલ પ્રવિણ તોગડીયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાબતમાં કહ્યું કે હિન્દુઓએ રામમંદિર માટે મોકલ્યા અને તેમાં મુસ્લિમ મહિલાઓના વકીલ બની ગયા. તોગડીયાએ સારું કહ્યું કે નહિ તે તો તેઓ જ જાણે, પણ કેરલના સબરીમાતા મંદિરમાં બધી ઉમરનીમહિલાઓને પ્રવેશ કરવા દેવા માટે દેશની વડી અદાલતે કહી દીધું છતાં પણ કેન્દ્રમાં સત્તારૂઢ પક્ષ ભાજપાએ અદાલતનાં નિર્ણયનો વિરોધ કરતા કહ્યું કે સબરીમાલા મંદિર વહીવટકર્તાઓએ ૧૦થી ૧૫ વર્ષની ઉમરવાળી મહિલાઓના પ્રવેશ માટે જે બંધી લગાવી છે તે યોગ્ય છે. અન્ય શબ્દોમાં કહીએ તો અદાલતનો ફેંસલો ખોટો છે. સબરીમાતા મંદિર હિન્દુ મહિલાઓ માટે આસ્થાનાંબિંદુ સમાન છે. એક બાજુ તો ભાજપા અને વડાપ્રધાન મોદીએ મુસ્લિમ મહિલાઓના તીન તલાક પર આજ અદાલતે કાયદો બનાવવા કહ્યું તો સરકારે ફટાફટ કાનુન બનાવી દીધો અને અધ્યાદેશ પણ લાવ્યા. પરંતુ જ્યારે હિન્દુ મહિલાઓની સમાનતાની વાત આવી ત્યારે ભાજપાએ મોઢું ફેરવી લીધું..!! છી…
ત્રિપલ તલાકથી મુસ્લિમ મહિલાઓ સાથે ઘોર અન્યાય થાય છે. એવું સરકારે માન્યું અને મુસ્લિમ મહિલાઓના કલ્યાણ તથા ન્યાય આપવા માટે મોદી ખુબ જ ઝડપથી આગળ આવ્યા… વાત જ્યારે હિન્દુ મહિલાઓને સમાનતાની આવી તો નરેન્દ્ર મોદી અને તેમનું નેતાગણ કેમ મૌન છે..?? ત્રિપલ તલાકથી મુસ્લિમ મહિલાઓસાથે અન્યાય થયો એજ રીતે સબરીમાલામાં બધી ઉમરની મહિલાઓનેપ્રવેશ નહિ આપવાથી હિન્દુ મહિલાઓ સાથે પણ ઘોર અન્યાય થઇ રહ્યો છે. ત્યારે પોતાના પક્ષને હિન્દુઓનો પક્ષ કહેવાવાળા નેતા તેમાં ખાસ કરીને મહિલામંત્રી મૌન બની ગયા છે. આ કેવી નીતિ છે..?? શું આવું કિયારેય થાય ખરું…?? શું સબરીમાલામાં ફક્તકેરળની મહિલાઓ દર્શન માટે આવે છે..?? કેરળનીમહિલાઓની સાથે અન્યાય શા માટે..?? શું દેશનાં અન્ય રાજ્યોમાંથી હિન્દુ મહિલાઓ આ મંદિરમાં નથી આવતી..??
કેરળની વામપંથી દળોની સરકારની ભાજપાદ્વારા અવાર-નવાર આલોચના થાય છે. પરંતુ સબરીમાલા મંદિરનાં મામલામાં વામપંથી સરકારે અદાલતનાં ફેંસલાને માથા પર ચઢાવ્યો જ્યારે કે ભાજપાએ મોઢું ફેરવી લીધું. શું આને ભાજપાની સ્થાનિક રાજકારણ-રાજનીતિ કહેવામાં આવે..?? શું આને વોટબેંકની રાજનીતિ કહેવામાં આવે..?? મોદીજી કહે છે કે વોટબેંકની રાજનીતિ ખોટી છે..?? વિરોધપક્ષ વોટબેંકની રાજનીતિ કરે છે. પોતાના સ્વાર્થ માટે એવું તેમણે ફરમાવ્યું છે. કેરલની કેટલીક મહિલાઓ અદાલતનાં નિર્ણયનાં વિરોધમાં છે. તેમનું માનવું છે કે બધી જ મહિલાઓનેપ્રવેશનહિ આપવો જાઈએ. ભાજપા આ મહિલાઓનું સમર્થન કરી રહ્યો છે. ત્યારે આ વોટબેંકની રાજનીતિ નહિ તો બીજું શું છે..?? બધી મહિલાઓ એક સમાન છે. જેમ કે મુÂસ્લમ ધર્મની મહિલાઓ એજ રીતે હિન્દુ ધર્મની મહિલાઓ તો પછી હિન્દુ મહિલાઓની સાથે ભાજપા અન્યાય કેમ કરી રહી છે..?? ભાજપા પોતે ધર્મના નામ પર ભેદભાવ કરે તો કોંગ્રેસને કોઈ શું કહે..?? ભાજપા ફક્ત કેરલની વોટબેંકનીરાજનીતિ ના કરે. ત્રિપલ તલાકની જેમ સબરીમાલાને માટે પણ અધ્યાદેશ લાવીનેહિન્દુ ધર્મની બધી જ મહિલાઓને પ્રવેશ મળે એવા કાયદાઓ બનાવે. તમારૂ લોહી એ લોહી અને અમારૂ લોહી પાણી..!! આ બેધારી અને બેવડી નીતિ ભાજપા ના કરે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY