સબરીમાલા : સંઘર્ષની ફરી શરૂઆત

0
207

સબરીમાલાના મંદિરમાં તમામ વયની મહિલાઓના પ્રવેશને લઇને સુપ્રીમ કોર્ટે મંજુરી આપી દીધા બાદ કેરળમાં સબરીમાલા મંદિરની આસપાસ સ્થતી જટિલ બની ગઇ છે. સાથે સાથે લાખો શ્રદ્ધાળુઓ પણ નિર્ણય સામેના વિરોધમાં ખુલ્લી રીતે મેદાનમાં આવી ગયા છે અને સુપ્રીમ કોર્ટના ચુકાદાનો વિરોધ કરી રહ્યા છે. આના કારણે પોલીસની સામે પડકારો વધી ગયા છે. હિંસાને ટાળવા માટેના તમામ પ્રકારના પગલા લેવામાં આવી રહ્યા છે. જા કે સુપ્રીમ કોર્ટના આદેશ બાદથી જ દેખાવકારો મેદાનમાં આવી ગયા છે.

સુપ્રીમ કોર્ટની દરમિયાનગીરીના કારણે ફરી એકવાર પરંપરા અને પ્રગતિશીલતા વચ્ચેની લડાઇ શરૂ થઇ ગઇ છે. સબરીમાલા મંદિર ખુલતાની સાથે જ સ્થતી વણસી ગઇ છે. આ કડવી વાસ્તવિકતા છે કે આસ્થાના મામલામાં જ્યારે પણ કોર્ટ દ્વારા દરમિયાનગીરી કરવામાં આવે છે ત્યારે સ્થતી તંગ બનેછે. સાથે સાથે બૈચેની વધી જાય છે. કોર્ટ પણ એ જ વખતે કોઇ મામલામાં દરમિયાનગીરી કરેછે જ્યારે કોઇની સાથે અન્યાય થાય છે. સબરીમાલા મંદિરમાં મહિલાઓ મહિલાઓ માટેની કાસ પ્રથાને સુપ્રીમ કોર્ટ દ્વારા મહલાઓના પુજા કરવાના અધિકારની વિરુદ્ધ ગણીને આની ટિકા કરી છે. સાથે સાથે તમામ વયની મહિલાઓના પ્રવેશને મંજુરી આપી દીધી છે.

સુપ્રીમ કોર્ટ માને છે કે દરેક મહિલા પુજા કરવાનો બંધારણીય અધિકાર છે. આની સાથે સંબંધિત કેરળ સરકારના કાયદાને ફગાવી દેતી વેળા બંધારણીય બેંચને પણ કેટલીક દુવિધામાંથી પસાર થવાની ફરજ પડી છે. પીઠની એકમાત્ર મહિલા જજની અસહમતિમાં આપવામાં આવેલો ચુકાદો પરંપરા અને પ્રગતિશીલતા વચ્ચેની લડાઇને સ્પષ્ટ પણે દર્શાવે છે. કોઇ કાયદાના યોગ્ય અથવા તો અયોગ્ય હોવાની સ્થતીમાં ચુકાદો આપવાની બાબત કોર્ટ હેઠળ આવે છે. આ જટિલ મામલામાં પણ સુપ્રીમ કોર્ટે પોતાના બંધારણીય અધિકારનો ઉપયોગ કર્યો છે. જા કે આ બાબત યોગ્ય છે કે કોઇ પરંપરા પ્રત્યે સમાજની આસ્થાને સમાપ્ત કરવા અથવા તો જાળવી રાખવા માટેની બાબત ન્યાયપાલિકાના વશમાં નથી. આના પર વિચારણા કરવાની જવાબદારી સામાજિક અને રાજકીય નેતાઓની રહેલી છે. સાથે સાથે સંબંધિત સંગઠનોએ પણ જવાબદારી લઇને વિવાદનો ઉકેલ લાવવા માટેના પ્રયાસ કરવા જાઇએ.

સબરીમાલા મંદિરના સમગ્ર મામલામાં ભારત સરકાર અને દેશના રાજકીય નેતૃત્વ કરનાર પ્રમુખ દળો ભાજપ, કોંગ્રેસની ભૂમિકા નિરાશ કરે છે. આ ખુબ જ મહત્વપૂર્ણ મામલામાં કેન્દ્ર સરકારે પોતાને દુર રાખવાના પ્રયાસ કર્યા છે. બીજી બાજુ રાજ્ય ભાજપ એકમના લોકોએ આને એક તક તરીકે લઇને આને હવા આપી છે. કોંગ્રેસ પાર્ટીને પણ આ મામલે ભાજપની સાથે કદમ મિલાવવામાં કોઇ તકલીફ થઇ રહી નથી. કારણ સાફ છે કે કેરળમાં વર્ષોથી જડ ધરાવનાર ડાબેરી મોરચાની સરકારને ઉખાડી ફેંકવા માટે આ મુદ્દો ઉપયોગી બની શકે છે તેમ કોંગ્રેસ અને ભાજપના લોકો માને છે. આ સમગ્ર મામલાને ચૂંટણી રાજનીતિથી દુર થઇને ઉકેલવાના પ્રયાસ ભાજપ અને કોંગ્રેસના લોકો પણ કરવા માટે ઇચ્છુક નથી. આ પ્રકારનુ વર્તન દર્શાવે છે કે ચૂંટણી તકવાદી નિતીના કારણે રાજકીય દળો અને સંગઠનોમાં વર્તમાન પ્રગતિશીલતાની ભાવનાને ખતમ કરી દીધી છે. આના વગર સમાજને કોઇ પણ કિંમતને આગળ લઇ જઇ શકાશે નહી.

૨૮મી સપ્ટેમ્બરના દિવસે સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ પ્રથમ વખત સબરીમાલા મંદિરને ખોલવામાં આવ્યું હતું. જા કે સુપ્રીમ કોર્ટના આદેશનો વિરોધ કરી રહેલા લોકોએ કોઇ મહિલાને મંદિરમાં પ્રવેશ કરવાની હજુ સુધી તક આપી નથી. વિરોધ પ્રદર્શન કરતા મોટી સંખ્યામાં લોકોને કસ્ટડીમાં લેવામાં આવી ચુક્યા છે. સાવચેતીના પગલારૂપે પ્રદેશના નિલ્લકલ, પંપા, એલ્વાકુલમ, સન્નિધનમમાં કલમ ૧૪૪ લાગુ કરવામાં આવી છે. જેના પરિણામસ્વરૂપે ચારથી વધુ લોકોને એકત્રિત થવાની મંજુરી આપવામાં આવી રહી નથી. બુધવાર અને ગુરૂવારના દિવસે નારાજ દેખાવકારોના ભયથી મહિલાઓને પરત ફરવાની ફરજ પડી હતી. પોલીસને હાલમાં ભારે જહેમત ઉઠાવવાની ફરજ પડી રહી છે. કેટલાક નિષ્ણાંતો માન રહ્યા છે કે સપ્રીમ કોર્ટના ચુકાદા બાદ વ્યાપક હિંસા ફેલાવવાની દહેશત પણ રહેલી છે. શ્રદ્ધાળુઓ સુપ્રીમ કોર્ટના નિર્ણયને લઇને વિરોધ કરી રહ્યા છે. વર્ષો જુની પરંપરામાં વિશ્વાસ રાખતા લોકોની ભાવનાનુ અપમાન કરવામાં આવ્યુ હોવાના આરોપો કરવામાં આવી રહ્યા છે.

સબરીમાલા વિવાદ કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને કહ્યું છે કે, સંઘ પરિવાર મંદિર પ્રત્યે હમેશા અસહિષ્ણ રહે છે. વિજયને કહ્યું હતું કે, સબરીમાલામાં એક વિશેષતા છે જે બાકી મંદિરો ગુમાવી ચુક્યા છે. તે તમામ ધર્મ અને જાતિના લોકોને પ્રવેશની મંજુરી આપે છે. તેમણે કહ્યું હતું કે, સંઘ પરિવાર અને સંઘ હમેશા આ તથ્યને લઇને અસહિષ્ણુ રહ્યું છે. તેઓ સબરીમાલાના ગુણોને ખતમ કરવાના પ્રયાસ કરી ચુક્યા છે. વિજયને કહ્યું હતું કે, સબરીમાલામાં આદિવાસી સમુદાય દ્વારા અદા કરવામાં આવેલી રસમ રિવાજાને ખતમ કરવામાં સંઘની ભૂમિકા જનસાધારણમાં પ્રચલિત છે. વર્તમાન વિરોધ પ્રદર્શનને આજરીતે જાવામાં આવે છે. સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશને સુપ્રીમ કોર્ટે લીલીઝંડી આપી હોવા છતાં લોકો મહિલાઓની સામે વાંધો ઉઠાવી રહ્યા છે. આ મંદિરમાં ૧૦-૫૦ વર્ષની મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધ છે. સુપ્રીમે આ પ્રતિબંધ ઉઠાવી લીધો છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY