પોલીસ હવે નિરંકુશ બની રહી છે.

0
172

પોલીસનુ કામ અપરાધીઓ પર અંકુશ મેળવી લેવાનુ છે. આના માટે તેને પુરતા અધિકારો પણ આપવામાં આવ્યા છે.

પોલીસ અનેક પ્રકારના અધિકારો વચ્ચે નિરંકુશ બની જાય તે બાબત યોગ્ય નથી. અપરાધને રોકવા માટે કોઇ પણ વ્યક્ત પર ગોળીબાર કરી દેનાર પોલીસ કર્મચારી પ્રજાના રક્ષક નહીં બલ્કે ભક્ષક તરીકે જ ગણાશે. જે રીતે થોડાક સમય પહેલા પોલીસે લખનૌમાં માત્ર ગાડી ન રોકવાના કારણે મોડી રાત્રે ગોળીબાર કર્યો હતો તેના કારણે દેશમાં એક નવી ચિંતા જાવા મળી રહી છે. પોલીસ દ્વારા કરવામાં આવેલા આ ગોળીબારને કમનસીબની સાથે સાથે શરમજનક પણ છે. આ પ્રકરણમાં સામેલ રહેલા પોલીસ કર્મચારીને દરેક સ્થતીમાં કઠોર સજા કરવી જાઇએ.

પોલીસની સ્વચ્છ છાપને જાળવી રાખવા માટેની જરૂર છે ત્યારે આ પ્રકારના બનાવો કેટલીક વખત મુશ્કેલી સર્જે છે. જે અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓ આ સમગ્ર મામલામાં વિગતને છુપાવવાના પ્રયાસ કરી રહ્યા છે તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે. કેસને દબાવી દેવાના પ્રયાસમાં લાગેલા અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓ માટે પણ પોલીસ તંત્રમાં કોઇ જગ્યા નથી. કારણ કે પોલીસની કામગીરી લોકોને રક્ષણ આપવા માટેની છે. તેમને હેરાન કરવા માટેની નથી. પોલીસ દળને સ્પષ્ટ સંદેશો આપવાની જરૂર છે કે તેઓ નાગરિકોનુ સન્માન કરે છે. કોઇ પણ પ્રકારની બિનજરૂરી હિંસા અને દબંગ બનીને નાગરિકોને હેરાન કરતા નથી. પોલીસ અશ્લીલ ભાષા અને મનમાનીથી બચે તે પણ જરૂરી છે.

પોલીસને પણ આ વાત સમજી લેવાની જરૂર છે કે સજા કરવાનુ કામ કોર્ટનુ છે. પોલીસ કસ્ટડીમાં પણ જ્યારે મોત થઇ જાય છે ત્યારે પોલીસની પ્રતિષ્ઠાને ખુબ નુકસાન કરે છે. એનસીઆરબી, માનવ અધિકાર અને ઇન્ડયા સ્પેન્ડના રિપોર્ટ પર નજર કરવામા ંઆવે તો કેટલીંક ચોંકાવનારી વિગત સપાટી પર આવે છે.રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે દર વર્ષે દેશમાં સરેરાશ ૯૮ લોકોના મોત પોલીસ કસ્ટડીમાં થઇ જાય છે. વર્ષ ૨૦૦૫માં સૌથી વધારે ૧૨૮ લોકોના મોત થયા હતા. આટલી મોટી સંખ્યામાં લોકોના મોત માટે દોષિત કોણ છે ? રાષ્ટ્રીય સ્તર પર પોલીસ કસ્ટડીમાં દરેક ૧૦૦ મોત માટે માત્ર બે પોલીસ કર્મચારીઓને દોષિત જાહેર કરવામાં આવે છે. આવી જ રીતે ૧૦૦ મામલા પૈકી સરેરાશ ૩૪ પોલીસ કર્મચારીઓ પર જ આરોપ ઘડી કાઢવામાં આવે છે. રાષ્ટ્રીય પોલીસ આયોગે પણ પોલીસની હાજરીમાં તેમની કાર્યપદ્ધતિને લઇને પ્રશ્નો કર્યા છે. આયોગના રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે દેશમાં ૬૦ ટકા લએવા લોકોને કસ્ટડીમાં લેવામાં આવે છે જેના પર આરોપો સાચા હોતા નથી. જેલમાં રહેલા ૪૨ ટકા કેદી આ શ્રેણીમાં આવે છે.

આ ઘોર ચિંતાજનક બાબત રહેલી છે. આવી જ રીતે સ્ટેટસ ઓફ પુલિસિંગ ઇન ઇન્ડયાના સર્વેમાં પણ કેટલીક ચોંકાવનારી બાબત સપાટી પર આવી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે દિલ્હી, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તિસગઢ અને પંજાબ જેવા રાજ્યોમાં લોકોને પોલીસ પર વિશ્વાસ જ નથી. પોલીસની સ્વચ્છ પ્રતિષ્ઠા હવે રહી નથી. પોલીસની સ્વચ્છ પ્રતિષ્ઠા માટે કેટલાક પગલા તેમના દ્વારા જ લેવામાં આવે તે જરૂરી છે. પોલીસની છાપને સુધારી દેવા માટે તેમની કામગીરીને દબાણમુક્ત કરવામાં આવે તે જરૂરી છે.

ન્યાય અને વ્યવસ્થા તેમજ કાનુનના રાજને જાળવી રાખવા માટે વિવિધ પગલાની જરૂર દેખાઇ રહી છે. એવી અપેક્ષા પણ રાખવી જાઇએ કે પોલીસ પર લોકોને વિશ્વાસ અકબંધ રહે. તમામ લોકો સારી રીતે જાણે છે કે જા પોલીસ પરથી લોકોને વિશ્વાસ ઉઠી જશે તો ભારે અવ્યવસ્થા સર્જાઇ શકે છે. કાયદા પર નાણાં અને બાહુબલ પ્રભુત્વ જમાવી ન લે તે બાબત પર ધ્યાન આપવાની તાકીદની જરૂર છે. ઉપરના પોલીસ અધિકારીઓએ પણ આ દિશામાં કેટલાક પગલા લેવા જાઉએ. પોલીસ દિન પ્રતિદિન નિરંકુશ બની રહી છે. આના માટેના કેટલાક દાખલા પણ સપાટી પર આવી ચુક્યા છે. લોકો સામાન્ય રીતે પોલીસમાં જવામાં ખચકાટ અનુભવ કરે છે. કારણ કે પોલીસ ટીમ દ્વારા નાગરિકોના સન્માનના બદલે તેમની સાથે તોછડી ભાષામાં વાત કરવામાં આવે છે તેવી ફરિયાદ પણ વારંવાર થતી રહી છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY