રાજકીય પક્ષોએ obc-sc-st-minoritiesના વિકાસને રોકવા શક્ય એટલા પ્રયાસો કરેલા છે અને કરતા રહેવાના છે.
સામાન્ય માણસને તો સમજાય પણ નહી એવા કાવાદાવા આ સરકારો કરતી રહી છે અને મુળનિવાસી સમાજને ગેરમાર્ગે દોરતી રહી છે.
ધાર્મિક શોષણ:
સવર્ણ સમાજ ધર્મ અને ભગવાનની ભીતિ બતાવી, ધાર્મિક ગુલામ બનાવી, તેમને મનફાવે તેવા નીતિ નિયમો બનાવી હજારો વર્ષોથી મુળનિવાસી સમાજના તમામ વર્ગોનું ધાર્મિક શોષણ કરી રહ્યો છે.
આર્થિક શોષણ:
આર્થિક નીતિ જ એવી બનાવી છે કે મૂળનિવાસી સમાજ હંમેશા આર્થિક સંકડામણ અનુભવે અને હાડમારીથી ત્રસ્ત એવો સમાજ બીજું કશું વિચારી જ ન શકે. હોસ્પિટલો, શાળા કોલેજો, ફેકટરીઓ, કારખાનાંઓ, વેપાર ધંધા સર્વેનો દોર સવર્ણોએ પોતાને હસ્તક સિમિત રાખી આર્થિક શોષણમાં કોઇ જ કમી રાખી નથી.
શૈક્ષણિક શોષણ:
ગામડાની શાળાઓમાં “ભાર વિનાનું ભણતર”ના સૂત્ર હેઠળ પ્રાથમિક શાળાના બાળકોને દર વર્ષે ઉપલા વર્ગમાં ધકેલવાનું ષડયંત્ર ચાલે છે. જેથી SSCની પરિક્ષામાં આ બાળકો નાપાસ થાય અને તેમને ખેતમજૂરો તથા કારખાનાંઓ માટે કામદારો મળી રહે. જો કોઈ બાળક વધુ ભણવા સક્ષમ બને તો કોલેજ શિક્ષણનું ખાનગીકરણ કરેલ હોય ભારે ભરખમ ફી ભરવાની થાય અને આર્થિક સંકડામણ અનુભવતો સમાજ ઉચ્ચ શિક્ષણથી વંચિત રહી જાય.
બેરોજગારી:
સરકારી સંસ્થાનોમાં અનામતને લઈને મૂલનિવાસી સમાજના લોકોને નિમણૂંક આપવી ના પડે તે માટે ભરતી બંધ કરી દીધી છે. કર્મચારીઓની પૂર્તિ કરવા “કરાર આધારિત ભરતી” (Contract System) કરવામાં આવે છે.
આમ, સવર્ણ (General) ડગલે ને પગલે સંવિધાન અને કાયદાઓમાં ચેડાં કરી વ્યક્તિગત અર્થઘટન કરી મૂળનિવાસી સમાજના સંવૈધાનિક અધિકારો પર તરાપ મારી રહ્યા છે. RSS પ્રેરિત ભાજપ નો વર્ષો પૂર્વેથી ચાલી આવતી વર્ણવ્યવસ્થા તરફ ધકેલવાનો વ્યયસ્થિત પ્રયાસ ચાલી રહ્યો છે.
હમણાં મારા WhatsApp ગ્રુપમાં એક મેસેજ આવ્યો છે કે તા. 10 એપ્રિલ 2018ના રોજ “ભારત બંધ”નું એલાન સવર્ણ સમાજ તરફથી આપવામાં આવેલ છે અને OBC સમાજનો તેમને સમર્થન છે એવું જણાવાઈ રહ્યું છે. પરંતુ OBC સમાજ હવે જાગૃત થઈ ચૂક્યો છે અને દોસ્ત દુશ્મનની પરખ કરતો થયો છે. OBC સમાજ આવા પ્રપંચોથી દૂર રહે અને સમગ્ર મૂળનિવાસી (obc-sc-st & minorities) સમાજની એકતા મજબૂત કરવી પડશે. જો આપણે આપણા ઈતિહાસ પર નજર નાખીશું તો સમજાશે કે આપણે બધા મૂળનિવાસીઓ એક જ છીએ. SC-STની લડતમાં OBCનું સમર્થન છે અને OBC એ SC-ST સમાજના અવિભાજ્ય અંગ છે એ પ્રતિતી કરાવવાનો અનન્ય મોકો છે.
જય સંવિધાન, જય મુળનિવાસી….!!!
ભરત ઠાકોર
9725772549
9662194892
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"