૧૪ ઉંમરે એક ડાયરેક્ટરે મારી જાંઘ પર હાથ નાંખ્યો હતો : શમા સિકંદર

0
8

મુંબઈ,તા.૧૯
દેશભરમાં #Me Too જાર પકડી દીધું છે. એક પછી એક અભિનેત્રી પોતાની સાથે બનેલી ઘટનાઓ જણાવી રહી છે. આવામાં આ લિસ્ટમાં એક વધુ ટીવી અને બોલીવુડ અભિનેત્રીએ પણ પોતાની વાત જણાવી છે. જાણીતી ટીવી સીરિયલ ‘યહ હૈ મેરી લાઇફ’થી પ્રખ્યાત બનેલી શમા સિકંદરે એક ઇન્ટરવ્યૂમાં પોતાની સાથે બનેલી ઘટના જણાવી હતી.
શમાએ જણાવ્યું કે, “હું ૧૪ વર્ષની હતી ત્યારે એક ડાયરેક્ટરે મારી જાંઘ પર હાથ રાખી દીધો હતો. મે તરત જ તેને આવુ કરવાની ના કહી દીધી હતી તો તેણે મને કહ્યું કે અહીં કોઈ નહીં છોડે, ડાયરેક્ટર હોય, એક્ટર હોય કે પ્રોડ્યુસર જ કેમ ના હોય અને તુ આના વગર સફળ પણ નહીં થઈ શકે.”
ઇન્ટરવ્યૂમાં જ્યારે શમાને આલોક નાથ પર જાતિય શોષણનાં આરોપ વિશે પુછવામાં આવ્યું તો તેણે જણાવ્યું કે, “આ મારા માટે ઘણી ચોંકાવનારી વાત છે. જા કે મે કિયારેય આલોક નાથ સાથે કામ નથી કર્યું, પરંતુ ફિલ્મી પડદા પર એક્ટ્રેસ અને એક્ટર્સનું વાસ્તવિક રૂપ નથી હોતુ.” ૩૭ વર્ષની આ અભિનેત્રીએ જણાવ્યું કે ઇન્ડસ્ટ્રીનાં લોકો સામાન્ય સહમતિને કંઇક અલગ જ સમજે છે. શમાએ #Me Too કેમ્પેઇન અંતર્ગત બોલનારી અભિનેત્રીઓની તારીફ કરી હતી.
ઉલ્લેખનીય છે કે તનુશ્રી દત્તાએ નાના પાટેકર પર આરોપ લગાવ્યો હતો, ત્યારબાદ બોલીવુડમાં #Me Too કેમ્પેઇને વેગ પકડ્યો હતો અને તેમાં ઘણા બોલીવુડ સ્ટાર્સનાં નામ આવી ચુકવ્યા છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY